ચેટીચંડ
Appearance
ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ ‘સિંધીયત જો ડીંહું (દિવસ) ચેટીચંડ’ અથવા 'સિંધી દિન' તરીકે ઉજવે છે. આ દિવસે તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની ‘ઝૂલેલાલ બહરાણો સાહબ’ સ્વરૂપે શાહી સરઘસ કાઢવામાં આવે છે. આ સરઘસમાં સિંધીઓ ‘ઝૂલેલાલ બેડાપાર’ના નારા લગાવે છે.
આ દિવસે ઘણા સિંધીઓ બાહરાના સાહેબને નજીકની નદી કે તળાવે લઈ જાય છે. બાહરાના સાહેબમાં એક જ્યોત (દીવો), મીસરી (ખડી સાકર), ફોતા (એલચી ), ફળો અને અખા હોય છે. તેની પાછળ કળશમાં પાણી અને એક નાળિયેર હોય છે. આ બધી વસ્તુઓને કાપડ, ફૂલ ને પાંદડાથી ઢાંકી દેવાય છે. આ સાથે ઘણી વખત ઝૂલેલાલની મૂર્તિ પણ હોય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |