લખાણ પર જાઓ

બલસમંદ તળાવ

વિકિપીડિયામાંથી
બલસમંદ તળાવ
બલસમંદ તળાવ is located in રાજસ્થાન
બલસમંદ તળાવ
બલસમંદ તળાવ
સ્થાનરાજસ્થાન
અક્ષાંશ-રેખાંશ26°19′52″N 73°01′12″E / 26.331°N 73.020°E / 26.331; 73.020
પ્રકારતળાવ
બેસિન દેશોભારત
મહત્તમ લંબાઈ1 km (0.62 mi)

બલસમંદ તળાવભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા જોધપુર જિલ્લાના મુખ્ય મથક જોધપુરથી મંડોર જતા માર્ગ પર જોધપુરથી ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે આવેલ એક તળાવ છે. આ તળાવ એક પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. આ તળાવને ઈ.સ. ૧૧૫૯માં બાલક રાવ પરિહાર દ્વારા બંધાવવામાં આવ્યું હતું. મંડોર શહેરની પાણી જરૂરિયાતને ધ્યાનમાં લઇ આ તળાવ બંધાવવામાં આવ્યું હતું. આ જળાશયની લંબાઈ ૧ કિમી, પહોળાઈ ૫૦ મીટર અને ઊંડાઈ ૧૫ મીટર જેટલી છે.

બલસમંદ તળાવ મહેલ પાછળથી એક પ્રમોદ મહેલ કે ઉનાળુ મહેલ તરીકે બંધાવવામાં આવ્યો. આ તળાવ હરિયાળા ઉદ્યાનથી ઘેરાયેલું છે, જેમાં આંબો, પપૈયા, દાડમ, પેરુ અને આલુનાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે. આ હરિયાળીમાં મોર, વરુ આદિ વન્ય-જીવો પણ જોવાં મળે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Archived copy". મૂળ માંથી 7 June 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2009.CS1 maint: archived copy as title (link)