ભેળપૂરી

વિકિપીડિયામાંથી
ભેળપૂરી કે ભેળ
ભેળપૂરી
અન્ય નામોભેળ, ચુરુ મુરી (બેંગલોર), ઝાલ મુરી (કોલકાતા),
ઉદ્ભવભારત
મુખ્ય સામગ્રીમમરા, સેવ,
વિવિધ રૂપોસેવપૂરી, દહી પૂરી, સેવ પાપડી ચાટ

ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ.[૧] ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટેટા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે.

ભેળપૂરી સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બેંગલોરમાં ચુરુમુરી, કોલકાતામાં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ઝાલ મુરીમાં આમલીની ચટણી નથી હોતી. તેમાં બાફીને સાંતળેલા બટેટા, ધાણા પાવડર, છટની દાલ, ખમણેલુ નાળિયેર અને રાઈનું તેલ વપરાય છે.

મૂળતઃ ભેળપૂરી એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળપૂરી બને કે તેને તરત જ આરોગવી જોઈએ, નહીં તો મમરા ચટનીનું પાણી શોષી લે છે અને ચીકણાં બની જાય છે. જે ચાવવામાં મજા આવતી નથી.

પહેલાના સમયમાં ચોપાટીની ભેળપૂરી ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. મુંબઈમાં સેવપુરી-ભેળપુરીનો વ્યવસાય મોટે ભાગે ઉત્તર પ્રદેશના વતનીઓ ચલાવે છે અને તેમને 'ભૈયાજી' કહીને સંબોધાય છે.

સામગ્રી[ફેરફાર કરો]

વધારાની વૈકલ્પિક વસ્તુઓ:

  • સમારેલા ટમેટાં,
  • તળેલી ચણાની દાળ

કૃતિ[ફેરફાર કરો]

ભેળ બનાવવી સરળ છે.

  • પ્રથમ મમરા, સેવ, તળેલી ચણાની દાળ, પુરીનો ચૂરો, બટેટા, કાંદા, ચાટ મસાલો જેવા કોરા પદાર્થો ભેળવો.
  • એક અલગ બાઉલમાં ત્રણે ચટણી જોઈતા પ્રમાણ મિશ્ર કરી તૈયાર રાખો.
  • ચટણીને તૈયાર કરેલ સેવ-મમરા આદિના મિશ્રણમાં રેડો અને અને સારી રીતે હલાવો. ભેળ તૈયાર છે.
ભેળની લારી પર તૈયાર થતી ભેળ

પીરસામણ[ફેરફાર કરો]

  • પ્લેટમાં ભેળ રાખો
  • તેના પર સેવ ભભરાવો
  • ચાટ મસાલો છાંટો અને લીંબુ નીચોવો.
  • સમારેલી કોથ મીર અને તળેલી ચણાની દાળ ભભરાવો.

આ પણ જૂઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]