રામાનુજાચાર્ય

વિકિપીડિયામાંથી
રામાનુજાચાર્ય
શ્રી રામાનુજાચાર્ય
અંગત
જન્મ
લક્ષ્મણ મુનિ

૧૦૧૭
પેરામ્બદુર, ચેન્નાઇ, ભારત
મૃત્યુ૧૧૩૭
શ્રીરંગ ક્ષેત્ર
ફિલસૂફીવિશિષ્ટાદ્વૈત દર્શન
કારકિર્દી માહિતી
ગુરુશ્રીનાથ મુનિ
સન્માનોરામાવતાર

રામાનુજાચાર્ય (હિન્દી:रामानुजाचार्य; અંગ્રેજી:Ramanuja) (જન્મ: ૧૦૧૭ - મૃત્યુ: ૧૧૩૭) વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક અને રામાનુજ સંપ્રદાયના સ્થાપક હતાં. તેમણે વિષ્ણુ ભગવાન ને પોતાનાં આરાઘ્ય દેવ માન્યા હતાં.[૧][૨]. તેઓ શ્રીનાથમુનિએ સ્થાપેલા વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા, જેમનો ભક્તિ પરંપરા પર ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો હતો. તેઓ યમુનાચાર્યના દોહિત્ર હતા. એમનો જન્મ દક્ષિણ ભારતના ચેન્નાઈ નજીક આવેલા પેરામ્બદુર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ અસૂરી કેશવ સોમયાજી અને માતાનું નામ કાંતિમતી હતું. તેઓ શ્રી રામાનુજ, ઉદ્‌યાવર, એથીરાજર (યાત્રીરાજા), એમ્બરુમન્નાર અને લક્ષ્મણ મુનિ તરીકે પણ ઓળખાતા હતા[૩].

એમણે શ્રી-ભાષ્ય, વેદાંતદ્વીપ, શ્રીરંગગદ્ય વગેરે નવ ગ્રંથોની રચના કરી હતી. રામાનુજ સંપ્રદાયના અનુયાયીઓ તેમને રામનો અવતાર માને છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તેમને શેષનાગ ના અવતાર તથા રામાનંદ સ્વામીના ગુરુ માને છે. તેઓ ૧૨૦ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી શ્રીરંગપટ્ટણમ ખાતે અવસાન પામ્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Bartley, C. J. (2002). The Theology of Rāmānuja: Realism and religion. Routledge Curzon. પૃષ્ઠ 1.
  2. Carman, John Braisted (1974). The Theology of Rāmānuja: An essay in interreligious understanding. New Haven and London: Yale University Press. પૃષ્ઠ 24.
  3. "Sri Ramanuja's gift to the Lord". The Hindu. India. 24 December 2012.