લખાણ પર જાઓ

હીરા મંદિર

વિકિપીડિયામાંથી

હીરા મંદિર સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા વૃક્ષમંદિર, યોગેશ્વર કૃષિ જેવા પ્રયોગો પૈકીનો એક પ્રયોગ છે. આ પ્રયોગના વિચારને સુરત ખાતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમજ સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો આચરણમાં મુકી રહ્યા છે. આ પ્રયોગમાં જોડાયેલ ભાઈબહેનો પોતાનો એક દિવસ આ મંદિરને દર મહિને અર્પણ કરે છે. હીરા મંદિર તેમની શક્તિનો ઉપયોગ આ દિવસ માટે સમાજના ઉત્થાનમાં કરી શકાય તેનું આયોજન કરી આપે છે. સુરત ખાતેના રત્નકલાકારો આ હીરા મંદિરના પ્રયોગમાં પોતાની શક્તિનો ઉમદા ઉપયોગ કરી રહ્યા છે.