પ્રમોદ કરણ સેઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬: લીટી ૬:


અહીં કાર્યરત શ્રી રામચંદ્ર શર્મા, કે જેઓ અશિક્ષિત કારીગર હતા, એમના સહયોગથી ડો. સેઠીએ ''જયપુર ફૂટ''નો વિકાસ કરી એને વિશ્વભરમાં સ્થાન અપાવ્યું. એમની આ શોધને કારણે કોઈપણ કારણસર પોતાનો પગ ગુમાવનાર લાખો-કરોડો લોકો ફરી ચાલી શકવાને સમર્થ બની શક્યા છે.<ref><http://www.time.com/time/reports/heroes/foot.html McGirk T. (1997) The $28 Foot. ''Time'' (Heroes of Medicine Special Issue)]</ref>
અહીં કાર્યરત શ્રી રામચંદ્ર શર્મા, કે જેઓ અશિક્ષિત કારીગર હતા, એમના સહયોગથી ડો. સેઠીએ ''જયપુર ફૂટ''નો વિકાસ કરી એને વિશ્વભરમાં સ્થાન અપાવ્યું. એમની આ શોધને કારણે કોઈપણ કારણસર પોતાનો પગ ગુમાવનાર લાખો-કરોડો લોકો ફરી ચાલી શકવાને સમર્થ બની શક્યા છે.<ref><http://www.time.com/time/reports/heroes/foot.html McGirk T. (1997) The $28 Foot. ''Time'' (Heroes of Medicine Special Issue)]</ref>

== સંદર્ભો ==
{{reflist}}

== બાહ્ય કડીઓ ==
* [http://www.jaipurfoot.org/ જયપુર ફૂટ]
* [http://www.time.com/time/reports/heroes/foot.html ''ટાઈમ સામાયિક (Time Magazine)''માં પ્રમોદ કરણ સેઠી અને જયપુર ફૂટ વિશે લેખ]
* [http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographySethiPra.htm The 1981 Ramon Magsaysay Award for Community Leadership: Biography of Pramod Karan Sethi]
* [http://www.nytimes.com/2008/01/08/world/asia/08seti.html?ref=health ડો. સેઠીના અવસાન સમયના સમાચાર (New York Times: P. K. Sethi, Inventor of the Low-Tech Limb, Is Dead at 80) ]
* [http://www.rediff.com/news/2008/jan/06foot.htm ડો. સેઠીના અવસાન સમયના સમાચાર]


[[શ્રેણી:વૈજ્ઞાનિક]]
[[શ્રેણી:વૈજ્ઞાનિક]]

૦૩:૪૧, ૨૮ એપ્રિલ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

પ્રમોદ કરણ સેઠી અથવા પી. કે. સેઠી (હિન્દી:डॉक्टर प्रमोद करण सेठी; અંગ્રેજી:P. K. Sethi) (અઠ્ઠાવીસમી નવેમ્બર, ૧૯૨૭ - છઠ્ઠી જાન્યુઆરી, ૨૦૦૮) વિશ્વભરમાં જાણીતા જયપુર ફૂટના પ્રણેતા હતા. એમણે શ્રી રામચંદ્ર શર્મા સાથે મળીને ઈ. સ. ૧૯૬૯ના વર્ષમાં જયપુર ફૂટ નામથી સસ્તા અને લચીલા (flexible) કૃત્રિમ પગનું સંશોધન તેમ જ વિકાસ કરેલ છે. વ્યવસાયે હાડકાંના નિષ્ણાત તબીબ એવા ડો. પી. કે. સેઠીના આ યોગદાન બદલ એમને ઈ. સ. ૧૯૮૧ના વર્ષનો મેગ્સેસે પુરસ્કાર[૧] તેમ જ પદ્મશ્રી પુરસ્કાર[૨] વડે નવાજવામાં આવ્યા હતા.

કાશી હિંદુ વિશ્વવિદ્યાલય ખાતે ભૌતિકશાસ્ત્રના અધ્યાપક ડો. નિહાલ કરણ સેઠીને ત્યાં ૧૯૨૭માં જન્મેલ પ્રમોદ સેઠી આગ્રા વિશ્વવિદ્યાલય ખાતે સાતેસાત વિષયોમાં સર્વોચ્ચ પરિણામ મેળવી એમબીબીએસ થયા હતા[૩]. ઈ. સ. ૧૯૫૨ના વર્ષમાં તેઓ એમ. એસ. (માસ્ટર ઓફ સર્જરી)ની પદવી મેળવી નિષ્ણાત તબીબ બન્યા હતા. આ ઉપરાંત ઈ. સ. ૧૯૫૩ના વર્ષમાં ઈંગ્લેન્ડમાં આવેલ એડિનબરો ખાતેથી એમણે એફ આર સી એસની પદવી મેળવી હતી.

ડો. પી. કે. સેઠીએ સર્જન તરીકે ઈ. સ. ૧૯૫૪ના વર્ષમાં જયપુરમાં આવેલ સવાઈ માનસિંહ હોસ્પીટલ ખાતે પોતાની સેવા આપવાની શરૂઆત કરી અને ત્યાં નવા શરુ થયેલા અસ્થિ વિભાગમાં એમણે નિષ્ણાત તરીકે સ્થાપિત થયા.

અહીં કાર્યરત શ્રી રામચંદ્ર શર્મા, કે જેઓ અશિક્ષિત કારીગર હતા, એમના સહયોગથી ડો. સેઠીએ જયપુર ફૂટનો વિકાસ કરી એને વિશ્વભરમાં સ્થાન અપાવ્યું. એમની આ શોધને કારણે કોઈપણ કારણસર પોતાનો પગ ગુમાવનાર લાખો-કરોડો લોકો ફરી ચાલી શકવાને સમર્થ બની શક્યા છે.[૪]

સંદર્ભો

  1. The 1981 Ramon Magsaysay Award for Community Leadership: Citation for Pramod Karan Sethi
  2. "Padma Awards Directory (1954-2009)" (PDF). Ministry of Home Affairs.
  3. http://www.bmj.com/cgi/content/full/328/7443/789 Singhal D, Nundy S. (2004) No mean feet. BMJ 328: 789
  4. <http://www.time.com/time/reports/heroes/foot.html McGirk T. (1997) The $28 Foot. Time (Heroes of Medicine Special Issue)]

બાહ્ય કડીઓ