સીગીરીયા

વિકિપીડિયામાંથી
(सिगिरिय થી અહીં વાળેલું)
સીગીરીયા - શ્રીલંકાનું વિશ્વ ધરોહર સ્થળ (વર્લ્ડ હેરિટેજ)

સીગીરીયા (અંગ્રેજી: Sigiriya; સિંહાલી: සීගිරිය; તમિળ: சிகிரியா; સંસ્કૃત: સિંહગિરિ પરથી વ્યુત્પતિ) શ્રીલંકા દેશના કેન્દ્રીય માતલે જિલ્લામાં આવેલ, એક વિશાળ પથ્થર, પ્રાચીન ખડક ગઢ તેમ જ મહેલનું ખંડેર છે. તેની ચારે તરફ ગીચ બગીચાઓ, જળાશય અને અન્ય ઇમારતો આવેલ છે. આ એક પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે. આ સ્થળ પોતાની પ્રાચીન ચિત્રકળા (પેઇન્ટિંગ) માટે પણ વિખ્યાત છે, જે ભારત દેશમાં અજંતા ગુફાઓની યાદ અપાવે છે. તે શ્રીલંકા દેશમાં આવેલ સાત વિશ્વ ધરોહર સ્થળો પૈકીનું એક છે. યુનેસ્કોએ આ સ્થળને 'વિશ્વની આઠમી અજાયબી' જાહેર કરી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]