અંકિતા રૈના
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
![]() | |
વ્યક્તિગત માહિતી | |
---|---|
Full name | અંકિતા રવિન્દરકૃષ્ણ રૈના |
Nationality | ભારતીય |
જન્મ | જાન્યુઆરી 11, 1993 |
Height | 1.63 મી (5 ફૂટ 5 ઇંચ) |
અંકિતા રવિન્દરકૃષ્ણ રૈના (જન્મ 11 જાન્યુઆરી 1993) ભારતીય વ્યવસાયિક ટેનિસ ખેલાડી છે અને ભારતમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં વર્તમાન સમયમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે.[૧]
રૈનાએ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન સર્કિટમાં 11 સિંગલ્સ અને 17 ડબલ્સ ટાઇટલની સાથે ડબલ્સમાં એક “ડબ્લ્યુટીએ 125 કે” (WTA 125K) શ્રેણી જીતી છે. ડબ્લ્યુટીએ 125 કે મહિલા ટેનિસ એસોસિએશન દ્વારા 2012 થી 2020 સુધી આયોજિત કરવામાં આવતી વ્યવસાયિક મહિલા ટેનિસ પ્રતિયોગિતાની આંતરરાષ્ટ્રીય શ્રેણી છે.
એપ્રિલ 2018 માંતેમણે પ્રથમ વખત ટોચની 200 સિંગલ્સ વર્લ્ડ રેન્કિંગમાં પ્રવેશ મેળવ્યો હતો, આ સિદ્ધિ હાંસલ કરનારાં તેઓ પાંચમાં ભારતીય ખેલાડી હતાં. રૈનાએ સાઉથ એશિયન ગેમ્સ2016માં મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને 2018 એશિયનગેમ્સમાં મહિલા સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલજીત્યો હતો.
તેઓ 2018 ફેડ કપમાં ઝુ લિન (ચીન) અને યુલિયા પુટિન્તસેવા (કઝાકસ્તાન) સામે નોંધપાત્ર જીત મેળવી ચૂક્યાં છે.[૨]
વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]રૈનાનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેમનાં પિતા રવિન્દરકૃષ્ણમૂળ કાશ્મીરના છે. અંકિતા રૈનાએ તેમના ઘરની નજીકની એકૅડમીમાં ચાર વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું.[૩]
તેમના મોટા ભાઈ અંકુર રૈના પહેલેથી જ ટેનિસ રમતા હતા અને તેમનાં માતા પણ ટેબલ ટેનિસ રમતાં હતાં. [૪]
રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં વિજય મેળવ્યાં પછી, રૈનાએ આઠ વર્ષની ઉંમરેઑલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવતી ટૅલેન્ટ હન્ટ પ્રતિયોગિતામાંમહારાષ્ટ્રની ટોચના ક્રમાંકની14 વર્ષીય ખેલાડીને હરાવીને હલચલ મચાવી દીધી.
2007 માંરૈનાને આગલા સ્તરની તાલીમ અપાવવા માટે પરિવાર પૂણેઆવી ગયો હતો. પૂણેમાંતેમણે કોચ હેમંત બેન્દ્રે પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું. કોચ બેન્દ્રેએ રૈનાનેતેમની રમતમાં વધારે કુશળતા મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.[૫]
વ્યાવસાયિક સિદ્ધિઓ
[ફેરફાર કરો]2012 માંરૈનાએ નવી દિલ્હીમાં પોતાનું પહેલું પ્રોફેશનલ સિંગલ્સ ટાઇટલ હાંસલ કર્યું અને ડબલ્સમાં પણ વધુ ત્રણ ટાઇટલ્સ મેળવ્યાં.
તેમણે 2017 મુંબઈ ઓપનમાં બે મૅચ જીતી. એપ્રિલ 2018 માંતેઓ નિરુપમા સંજીવ, સાનિયા મિર્ઝા, શિખા ઉબેરૉય અને સુનિતા રાવ પછી પાંચમાં ભારતીય બન્યાં જે વિશ્વની ટોચની 200 મહિલા સિંગલ્સ રેન્કિંગમાં પ્રવેશ્યાં, તેમણે 197મું સ્થાન મેળવ્યું હતું.[૬]
ઑગસ્ટ 2018 માંતેમણે એશિયન ગેમ્સમાં જકાર્તા, ઇન્ડોનેશિયામાં બ્રૉન્ઝ મેડલ હતો. એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ખેલાડીઓમાં માત્ર અંકિતા રૈના અને સાનિયા મિર્ઝા જ છે જેમણે સિંગલ્સમાં મેડલ મેળવ્યો છે. [૭]
રૈનાએ સિંગાપોરમાં આઇટીએફ ડબલ્યુ 25 નો ખિતાબ જીત્યોજ્યાં તેમણે ફાઇનલમાં એરેન્ક્ઝા રસને હરાવ્યાં હતાં. 2019 કુનમિંગ ઓપનમાંતેમનેપોતાની કારકિર્દીની સૌથી મોટી જીત મળી જ્યારે તેમણે યુએસ ઓપનના પૂર્વ ચૅમ્પિયન અને ટોપ -10 માં સામેલ ખેલાડી સૅમેન્થા સ્ટોસુરને હરાવ્યાં હતાં. [૮]
2019 ફ્રેન્ચ ઓપનમાં રૈનાએ તેમની પ્રથમ ક્વૉલિફાઇંગ મૅચ અમેરિકન યુવા ખેલાડી કોકો ગૌફ સામે બે ચુસ્ત સેટમાં ગુમાવી હતી. તેઓ2019 વિમ્બલડન ચૅમ્પિયનશિપ અને 2019 યુએસ ઓપનમાં બીજા ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પહોંચી શક્યાં હતાં, જોકે બંને પ્રતિસ્પર્ધામાં તેઓ મૅચને ચુસ્ત ત્રણ સેટથી હારી ગયાં હતાં. 2019 ઑક્ટોબરમાં અંકિતા રૈના સુઝહૂ લેડીઝ ઓપન 2019માં પાર્ટનર રોઝાલી વૉન ડેર હોક સાથે ફાઇનલમાં પહોંચ્યાં જેનાં પગલે તેમને પ્રથમ વખત ટૉપ 150 ડબલ્સ રેંકિંગમાં પ્રવેશ મળ્યો. [૯]
રૈના રોઝાલીની સાથે 2020 થાઇલૅન્ડ ઓપનમાં તેમની પ્રથમ ડબ્લ્યુટીએ ટૂર સેમિફાઇનલમાં પહોંચ્યાં હતાં. જેનાંથીઅંકિતા રૈનાને કારકિર્દીની નવી ઊંચાઈ હાંસલ થઈઅને તેમણે ડબલ્સ રેન્કિંગમાં 119 મો ક્રમ મેળવ્યો. તેમણે 2020 ની શરૂઆતમાં બે સિંગલ્સ ટાઇટલ પણ જીત્યાં હતાં. [૧૦]
ત્યારબાદ તેમણે 2020 ફ્રેન્ચ ઓપનમાં ભાગ લીધો હતોજ્યાં તેઓ પ્રથમ વખત બીજા ક્વૉલિફાયર રાઉન્ડમાં આગળ વધ્યાં હતાંપરંતુ કુરુમિ નારા સામે હારી ગયાં હતાં.[૧૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ankita Raina". Wikipedia (અંગ્રેજીમાં). 2021-02-17.
{{cite journal}}
: Check date values in:|date=
(મદદ) - ↑ "Players Ranking | AITA". www.aitatennis.com. મેળવેલ 2021-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Ankita Raina Biography, Achievements, Career Info, Records, Stats - Sportskeeda". www.sportskeeda.com (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ""She is waiting for her opportunity. And it will come – sooner or later" - Lalita Raina ji, sharing a mother's perspective, on the tennis journey of Ankita Raina". Indian Tennis Daily (અમેરિકન અંગ્રેજીમાં). 2020-03-24. મેળવેલ 2021-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ D'Cunha, Zenia. "Who is Ankita Raina? Meet India's top-ranked women's tennis player who impressed at Mumbai Open". Scroll.in (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Srinivasan, Kamesh (2018-04-09). "Ankita Raina in top-200". The Hindu (Indian Englishમાં). ISSN 0971-751X. મેળવેલ 2021-02-18.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Sudarshan, N. (2019-02-15). "Meet Ankita Raina, India's top-ranked woman tennis player". The Hindu (Indian Englishમાં). ISSN 0971-751X. મેળવેલ 2021-02-18.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Srinivasan, Kamesh. "Ankita Raina stuns Samantha Stosur for biggest win of career". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Ankita Raina | Ranking History | Weekly & Yearly Rankings – WTA Official". Women's Tennis Association (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Sportstar, Team. "Ankita Raina wins ITF title in Jodhpur". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Ankita Raina misses out on spot in French Open main draw". Olympic Channel. મેળવેલ 2021-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)