લખાણ પર જાઓ

અંકોલ માતાની વાવ

વિકિપીડિયામાંથી

અંકોલ માતાની વાવ, કે પછી દાવડની વાવ, સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં દાવડ ગામે આવેલી સોલંકી કાળની વાવ છે.[]

ઈતિહાસ

[ફેરફાર કરો]

આ વાવમાં કોઈ શિલાલેખ મળેલ નથી, તથા તેને કોણે બંધાવી તે વિશે પણ વિદ્વાનો એકમત નથી. પણ પાછળથી લખાયેલ દાવડ પુરાણ મુજબ અગિયારમી સદીમાં અંકો નામના વેપારીએ આ વાવ બંધાવી હતી.[] આ વાવ અને સૂર્યમંદિર, મોઢેરાના સભામંડપનું સામ્ય જોતા તે મહારાજા કર્ણદેવ સોલંકીના શાસન (સન ૧૦૬૬-૯૪) દરમિયાન બંધાઈ હોવાનું શક્ય છે.[] આ સામ્યતા રાજસેનકા, વેદિકા, આસનપટ્ટ અને કક્ષાસનમાં જોવા મળે છે. સુશોભિત ભાતમાં ઘટપલ્લવનો સ્તંભ સૌથી વધારે સામ્યતા ધરાવે છે.

સ્થાપત્ય

[ફેરફાર કરો]

વાવ ગામની પૂર્વ તરફ બહારની બાજુએ આવેલી છે. આ વાવ ઉત્તર-દક્ષિણ દિશામાં બંધાયેલી છે એટલે કે ઉત્તર દિશામાં પ્રવેશવાનો માર્ગ અને દક્ષિણ દિશામાં કૂવો.[] વાવમાં ત્રણ કૂટ છે જેમાં ક્રમશઃ એક, બે અને ત્રણ માળ આવેલાં છે; છેલ્લો માળ કૂવા સાથે સંકળાયેલો છે. વાવની લંબાઈ પગથિયાંથી શરૂ કરીને પરસાળના અંત સુધી ૩૦ મીટરની છે જ્યારે પહોળાઈ માળના સપ્રમાણમાં વધતી જાય છે.[]

વાવમાં વિહત માતાની, જેઓ ભેંસને મારે છે, મૂર્તિ આવેલી છે. આ મૂર્તિ મહિષાસુર મર્દિનીની હોવાનું જણાય છે તથા તેને અંકોલ માતા નામ અપાયું છે.[] આ મૂર્તિની સાથે શિલાલેખ મળ્યો છે જેમાં ૧૨૪૯ની સાલનો ઉલ્લેખ છે તથા 'દાવડ' નામ લખેલું છે. વાવમાં અન્યત્ર માતાની મૂર્તિ આવેલી છે અને જેમાં તેઓ નૃત્ય કરતાં, ઢોલ વગાડતાં અને ઉભાં દર્શાવ્યા છે.[]

વાવની અંદર કામશાસ્ત્રનાં શિલ્પો, કિર્તીમુખ તથા ફૂલડાંની ભાત જોવા મળે છે. દૈનિક જીવનના દૃશ્યોનાં શિલ્પો જેવાં કે બેઠેલ દંપત્તીને પાણી પાતી મહિલા, મૈથુન, અને પશુઓ સાથે લૈંગિક ક્રિયા કરતી મહિલાઓ પણ અહીં આવેલ છે.[][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Mehta Bhatt, Purnima (2014). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat. New Delhi: Zubaan. પૃષ્ઠ 64. ISBN 9789383074495.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૨૮-૩૩. ISBN 978-0-391-02284-3.