અંજરાકંડી નદી
| અંજરાકંડી નદી | |
|---|---|
અંજરાકંડી નદી | |
| સ્થાન | |
| દેશ | ભારત |
| ભૌગોલિક લક્ષણો | |
| સ્રોત | |
| ⁃ સ્થાન | મટ્ટન્નૂર |
| નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્રમાં મુઝહપ્પીલાંગડ |
• અક્ષાંશ-રેખાંશ | 11°46′42″N 75°27′18″E / 11.7783°N 75.4551°E |
| લંબાઇ | 48 km (30 mi) |
અંજરાકંડી નદી એ ભારતના કેરળના કન્નૂર જિલ્લામાંથી વહેતી બે મુખ્ય નદીઓમાંની એક છે. આ નદી વાયનાડ અને કન્નૂર જિલ્લાઓની સરહદે આવેલા પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી ઉદ્ભવે છે.[1] [૧]કિમી લાંબી આ નદી પશ્ચિમ દિશામાં વહે છે અને ધર્મદોમ ખાતે અરબી સમુદ્રમાં મળે છે.[૨][૩]
માર્ગ
[ફેરફાર કરો]અંજરાકંડી નદી વાયનાડ અને કન્નૂર જિલ્લાની સરહદે પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. આ નદી ત્યારબાદ નેડુમ્પોયિલ, કન્નવમ, ચેરુવંચેરી, મનાથેરી, કંડમકુન્નુ, ચિત્તારીપ્પરમ્બા અને વેંગૂર જેવા પહાડી શહેરોમાંથી પસાર થાય છે.[૪] મટ્ટાનુર નદી અને પિરાવૂર નદી જેવી ઘણી નાની ઉપનદીઓ આ વિસ્તારમાં અંચરાકંડી નદીને મળે છે. ત્યારબાદ નદી પહાડી પ્રદેશમાંથી નીચે ઊતરીને મલબારના મેદાનોમાં પ્રવેશ કરે છે. પછી તે કીઝલ્લુર, પડુવિલાયી, અંચરાકંડી, પેરાલાસ્સેરી, કીઝાથુર, મામ્બરમ અને પલાયડમાંથી પસાર થાય છે. ધર્માડોમ પહોંચીને આ નદી અરબી સમુદ્રમાં મળી જાય છે.
નામ
[ફેરફાર કરો]અંજરાકંડી નદી કન્નૂર જિલ્લાના અંજરાકંડી ગામમાંથી વહે છે.[૫] આ સ્થળ તેના તજના બગીચા માટે પ્રખ્યાત છે.
ચિત્ર
[ફેરફાર કરો]- અંજરાકંડી નદી
- અંજરાકંડી નદી
- અંજરાકંડી નદીનો માર્ગ
- અંજરાકંડી નદીનો કિનારો
- અંજરાકંડી નદીમાં નૌકા
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Panchayat to restore Anjarakandy river". The Hindu (Indian Englishમાં). 2020-03-10. ISSN 0971-751X. મેળવેલ 2021-05-24.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "കേരളത്തിലെ നദികൾ: ഭൂപടം, പുഴകളും തോടുകളും-ലഖു വിവരണം". 2 January 2017.
{{cite web}}: Check date values in:|date=(મદદ) - ↑ "Anjarakandy, Tellicherry and Mahe" (PDF). મૂળ (PDF) માંથી 15 December 2018 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ Kerala with Lakshadweep (અંગ્રેજીમાં). Outlook Publishing. 2005. ISBN 978-81-89449-01-8.
- ↑ "കേരളത്തിലെ നദികള്". www.keralatourism.org.