અંબરીશ
M. H. Ambareesh - ಎಂ.ಹೆಚ್.ಅಂಬರೀಶ್ | |
---|---|
Indian Minister of State for Information and Broadcasting | |
પદ પર 24 October 2006 - 15 February 2007 | |
પ્રધાન મંત્રી | Manmohan Singh |
અનુગામી | Choudhury Mohan Jatua & Dr. S. Jagathrakshakan |
MP | |
પદ પર 1998-2009 | |
પુરોગામી | S. M. Krishna |
અનુગામી | Cheluvarayaswamy |
બેઠક | Mandya |
અંગત વિગતો | |
જન્મ | Mandya (ಮಂಡ್ಯ), Karnataka (ಕರ್ನಾಟಕ) | 29 May 1952
મૃત્યુ | 24 November 2018[૧] | (ઉંમર 66)
રાજકીય પક્ષ | INC |
જીવનસાથી | Sumalatha Ambareesh |
સંતાનો | 1 son (Abhishek) |
નિવાસસ્થાન | Bengaluru (ಬೆಂಗಳೂರು) |
ક્ષેત્ર | Actor |
ધર્મ | Hindu |
August 21, 2009 સ્ત્રોત: [૨] |
મલાવલ્લી હુચે ગૌડા અમરનાથ (અંબરીશ) અથવા એમ. એચ. અમરનાથ (અંબરેશ) (કન્નડ: ಅಂಬರೀಶ್ ) (બળવાખોર અભિનેતા અને મંડ્યાડા ગાંડુ ಕನ್ನಡ: ಮಂಡ್ಯದ ಗಂಡು તરીકે ઓળખાતા) કન્નડ ફિલ્મોના અભિનેતા છે જેમનો જન્મ 29 મે 1952[૨]ના રોજ કર્ણાટક રાજ્યના માંડ્યા જિલ્લાના મદ્દુર તાલુકામાં થયો હતો. તેઓ કર્ણાટક રાજ્યના અગ્રણી રાજકીય નેતા પણ છે. અંબરીશનો જન્મ કર્ણાટકના માંડ્યા જિલ્લામાં કે એમ ડોડ્ડી નજીક ડોડ્ડારાસિનાકેરે ગામમાં થયો હતો. સુવિખ્યાત વાયોલિનવાદક તિરુમાકુડાલુ ચૌદીયા તેમના દાદા હતા. (તેમના નામે બેંગલોરમાં પ્રસિદ્ધ ચૌદયા મેમોરિયલ હોલ અને ચૌદયા આરડી. છે.) તેઓ 7 સંતાન પૈકી 6ઠ્ઠા હતા અને ભાઈઓમાં સૌથી નાના હતા. જન્મ સમયે તેમનું નામ અમરનાથ હતું અને તેમના પિતા મૈસુર હુચે ગૌડા એક વિનમ્ર અને ઉદાર વ્યક્તિ હતા. અંબરીશનું બાળપણ તેમના વિખ્યાત, સંગીતકાર, નાનાની છત્રછાયામાં વીત્યું હતું. મૈસુરમાં તેમનો વિશાળ સંયુક્ત પરિવાર હતો જ્યાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યો હતો.
ફિલ્મ કારકિર્દી
[ફેરફાર કરો]70ના દાયકામાં કન્નડ ફિલ્મોના સુવર્ણ યુગ દરમિયાન કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પુટ્ટાન્ના કાનાગલ નામનો જાદુ છવાયેલો હતો. કેટલીક મોટી હિટ ફિલ્મોના નિર્માતા તરીકે તેમને વિવેચકો તથા સામાન્ય લોકો આદર આપતા હતા. તેઓ પથ્થરને પણ સુધારી દે તેવી વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. 1971માં પુટ્ટુન્ના તેમની નવી ફિલ્મ “નાગરા હાવુ” માટે નવા ચહેરાની શોધમાં હતા અને અંબરીશના સારા મિત્ર સંગ્રામે તેમની ઇચ્છા વિરૂદ્ધ સ્ક્રીન ટેસ્ટ માટે સૂચવ્યું હતું. સ્ક્રીન ટેસ્ટનો દિવસ આવ્યો ત્યારે અંબરીશ છુપાઇ ગયા અને બિચારા સંગ્રામે તેની ભારે શોધખોળ કરવી પડી હતી.
અંતે તેઓ તેમને શોધી શક્યા ત્યારે તેમણે ખરા અર્થમાં તેમને ખેંચીને સ્ટુડિયો [મૈસુરમાં વિખ્યાત પ્રીમિયર સ્ટુડિયોઝ] પર લઇ જવા પડ્યા હતા. ગુઢ વ્યક્તિત્વ ધરાવતા ડિરેક્ટરે તેમના પર એક નજર નાખી અને તેમને મેક અપ લગાવીને ટેસ્ટ માટે તૈયાર થવા માટે જણાવ્યું. અંબીને વિશ્વાસ હતો કે તેઓ ટેસ્ટમાં નિષ્ફળ જશે. ટેસ્ટ માટે તેમને છોકરીઓની છેડતી કરતા એક કોલેજિયન યુવાનનો નાનકડો પરંતુ મજબૂત ભાગ આપવામાં આવ્યો હતો અને આ ભાગ માટે તેમને પાસ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં વિષ્ણુવર્ધનને પણ પહેલી વાર રજૂ કરવામાં આવ્યા હતા જે હીરો તરીકે ભવિષ્યના અન્ય એક સુપરસ્ટાર બન્યા હતા અને કર્ણાટક ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ સર્જ્યો હતો. અંબરીશે “જલીલ” નામે નાનકડી ભૂમિકા ભજવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને કન્નડ ફિલ્મ ઉદ્યોગને એક નવો યુવાન વિલન મળ્યો હતો. હિંદીમાં આ ફિલ્મ ઝહેરીલા ઇન્સાન તરીકે ફરી બનાવવામાં આવી ત્યારે તેમાં તેમણે આ જ ભૂમિકા ભજવી હતી.
અંબરીશ “અમરનાથ” નામની ફિલ્મ સાથે હીરો બન્યા હતા. વી. કે. રમેશ (આર્ટ ડિરેક્ટર) દ્વારા હીરો તરીકે તેમને રજૂ કરાયા હતા. પરંતુ હીરો તરીકે તેમને પ્રથમ સફળતા તેમના નિકટના મિત્ર રાજેન્દ્ર સિંઘ બાબુ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં મળી હતી. આ વર્ષ હતું 1980 અને ફિલ્મ હતી અંતા જે વિક્રમસર્જક હીટ હતી. આ ફિલ્મને હિંદી, તમિળ અને તેલુગુમાં પણ બનાવવામાં આવી હતી. તેમણે “કનવર લાલ” તરીકે વિખ્યાત ભૂમિકા ભજવી હતી, તેમનો જાણીતો ડાયલોક હતો, “કુત્તે, કનવર નહીં, કનવર લાલ બોલો”
અંબરીશે લગભગ 208 ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં પુટ્ટાના કનાગલ ફિલ્મો જેમ કે પડ્ડુવારા હાલી પન્ડાવારુ, શુબા મંગલા અને રંગનાયકીનો સમાવેશ થતો હતો.2010માં અંબરીશે મુખ્ય અભિનેતા તરીકે સૌથી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું અને સુપરસ્ટાર ડો. રાજકુમારના મુખ્ય અભિનેતા તરીકે 206 ફિલ્મોના વિક્રમને તોડ્યો હતો.અન્ય સુપરસ્ટાર ડો. વિષ્ણુવર્ધન કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં તેમના શ્રેષ્ઠ મિત્રો પૈકી એક છે અને તેમણે 200થી વધુ ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે.
અંબરીશે 1980ના દાયકામાં ઘણી ફિલ્મોમાં એન્ગ્રી યંગ મેનની ભૂમિકા ભજવી હતી અને કેટલીક ફિલ્મો ખાસ તેમને ધ્યાનમાં રાખીને બનાવાઇ હતી. તેમાંથી સૌથી પ્રારંભિક ફિલ્મ રાજકીય ઉપહાસ “અંતા” (1981) હતી જેનું નિર્દેશન રાજેન્દ્ર સિંઘ બાબુએ કર્યું હતું અને તેને હિંદી અને તમિલમાં પણ બનાવાઇ હતી. આ વિવાદાસ્પદ ફિલ્મ ભારતની પ્રથમ એવી ફિલ્મ હતી જેમાં રાજકારણીઓ અને સરકારી અધિકારીઓને ભ્રષ્ટ અને વિલન જેવા દર્શાવાયા હતા. ચક્રવ્યૂહ અને “નવી દિલ્હી” પણ આ લાઇન પર જ બનેલી હતી, તેમાંથી પ્રથમને હિંદીમાં “ઇન્કલાબ” તરીકે બનાવવામાં આવી હતી જેમાં અમિતાભ બચ્ચનને ભૂમિકા ભજવી હતી જ્યારે બીજી આ જ નામની મલયાલમ હિટની રિમેક હતી. તેમની અન્ય જાણીતી ફિલ્મોમાં સામેલ છે રંગાનાયકી, ટોની, રાણી મહારાણી, એલાવિના ઉડુગોરે, હૃદય હાદિતુ, હોંગકોંગનાલી એજન્ટ અમર, માન્નીના ડોની અને ઓડા હોટ્ટીદાવારુ. “મસાનાડા હુવુ”, “ઇલુ સુટ્ટીના કોટે” અને મલયાલમ ફિલ્મ “ગાનમ”માં તેમનની ભૂમિકાને વિવેચકોએ વખાણી હતી. તેમણે દંતકથારૂપ કલાકાર ડો. રાજકુમાર સાથે પણ અભિનય કર્યો હતો. તેઓ “મંડ્યાડા ગાન્ડુ”, કલિયુગ કર્ણ (તેમની ઉદારતાના કારણે), બળવાખોર અભિનેતા તરીકે પણ ઓળખાય છે. તેમને સ્ટેટ એવોર્ડ, આંધ્ર પ્રદેશ સરકારના એનટીઆર (NTR) એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ (લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ)થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.તેઓ પ્રથમ કન્નડ અભિનેતા હતા જેમને કર્ણાટક સરકાર દ્વારા મૈસૂર દશેરા ફેસ્ટિવલનું ઉદઘાટન કરવાનું સન્માન મળ્યું હતું.
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]અંબરીશને માંડ્યા સંસદીય મતક્ષેત્રમાંથી જનતા દળના સભ્ય તરીકે 12મી લોકસભા માટે ચૂંટવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યારથી વધુ બે ટર્મ માટે તેઓ માંડ્યા લોક સભા મતક્ષેત્રનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 14મી લોકસભામાં તેઓ રાજ્ય કક્ષાના માહિતી અને પ્રસારણ મંત્રી હતા, પરંતુ કાવેરી વિવાદ ટ્રિબ્યુનલ એવોર્ડ અંગે અસંતોષ હોવાથી તેમણે રાજીનામું આપ્યું હતું, જોકે તેમનું રાજીનામું વિધિવત રીતે સ્વીકારવામાં આવ્યું ન હતું. મે 2009ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.
જાહેર જીવન દરમિયાન તેમણે નીચેના પદ સંભાળ્યા હતા
- સભ્ય, 12મી લોક સભાઃ 1998-1999
- સભ્ય, 13મી લોક સભાઃ 1999-2004
- સભ્ય 14મી લોક સભા, 2004-2009
- માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી, 24 ઓક્ટોબર 2006 થી 2008 સુધી.
- 2008માં કાવેરી વિવાદ ટ્રિબ્યુનલ દ્વારા કર્ણાટકને થયેલા અન્યાયના વિરોધમાં રાજ્ય કક્ષાના માહિતી અને પ્રસારણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું.
યુપીએ (UPA)માં મંત્રી
[ફેરફાર કરો]એમ. એચ. અંબરીશ વડાપ્રધાન મનમોહન સિંઘના મંત્રી મંડળમાં રાજ્ય કક્ષાના માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે જોડાયા હતા. તેમણે 24 ઓક્ટોબર 2006ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. જોકે 15 ફેબ્રુઆરી 2007ના રોજ તેમણે કાવેરી મુદ્દે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.[૩]
અંગત જીવન
[ફેરફાર કરો]અંબરીશે 8 ડિસેમ્બર 1991ના રોજ અભિનેત્રી સુમાલથા સાથે લગ્ન કર્યા હતા અને તેમને અભિષેક નામે એક પુત્ર છે.
ફિલ્મની સફર
[ફેરફાર કરો]- અંતા
- ચક્રવ્યૂહ
- મૃગાલયા
- ગજેન્દ્ર
- નાગારાહાવુ
- અમરનાથ
- ન્યાય નીથિ ધર્મ
- રંગાનાયકી
- ઓડાહુટ્ટીદાવરુ
- જગ્ગુ (1983)
- પદુવરાહલ્લી પાંડવરુ
- નમ્મુરા હમ્મેરા
- હ્રુદય હડિથુ
- મસાનાડા હુવુ
- મામાથેયા માડિલુ
- ઓલાવિના ઉડુગોર
- ઇલુ સુટ્ટીના કોટ
- ઇન્દ્રજિત
- ડિગ્ગાજારુ
- મંડ્યાડા ગાંડુ
- ગાંડાબેરુન્ડા
- અજિથ
- બાઝાર બિના
- મન્નીના ડોની
- મુંજાનેયા મંજુ
- અભિષેક
- પ્રોફેસર
- કલિયુગ કર્મા
- સૂર્યોદય
- કેમ્પુ સૂર્યા
- કેમ્પુ ગુલાબી
- વિજય ખાડગા
- જાકી
- સ્નેયીતારા સવાલ
- સ્નેહા સેડુ
- મુરુ જન્મ
- સપ્થપદી
- ભરજારી બેટે
- બેડી
- અપેરેશન અંથા
- પાંડવરુ
- અન્નાવરુ
- કાદીમા કલ્લારુ
- સોલીલ્લાડા સરદારા
- મૈસોરુ જાના
- રાઉડી એમએલએ (MLA)
- અમર જ્યોથી
- ઇન્સ્પેક્ટર ક્રાંતિકુમાર
- માત્સરા
- પ્રેમા માત્સરા
- હબ્બા
- શ્રી મંજુનાથ
- જય કર્ણાટક
- શંકર સુંદર
- આશા (1987) (સહ કલાકારોઃ અર્જુન સરજા, વજ્રમુની, ચરણ રાજ, નિર્દેશન એ ટી રઘુ, નિર્માણ આર એફ માણિક ચંદ, સંગીત જી કે વેંકટેશ)
- શાંતિ ક્રાંતિ (1991) (સહ કલાકારોઃ વી. રવિચંદ્રન, જુહી ચાવલા, ખુશ્બુ, રમેશ, અનંત નાગ, નિર્દેશકઃ વી રવીચંદ્રન, નિર્માતાઃ એન વીરાસ્વામી, સંગીતકારઃ હમસાલેખા)
- કલ્યાણોત્સવ
- રાનાબેરી
- ગુંડા ગુરુ
- અંતિતા ગાંડુ નમાલા
- આપતબાંદવા
- નવી દિલ્હી
- ટોની
- અવલા હેજે
- અંતિમ તિરપુ
- અવતાર પુરુષ
- વિજય કંકણ
- હૃ્દય સંગમ
- મિદીદા હૃદયગલુ
- જયાબેરી
- ગુરુ જગદગુરુ
- ગરુડ ધ્વજ
- રાણી મહારાણી
- હંકાગનલ્લી એજન્ટ અમર
- બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર
- પુક્સટ્ટે ગાન્ડા હોટ્ટે ટુમ્બા અંડા
- કર્નાના સંપટ્ટુ
- કલ્લારાલી હુવાગુ
- એન્ટેડે બાન્ટા
- ચદુરંગા
- દેવરેલ્લીડેને
- દેવરામાગા
- ગોડરુ
- મેગા માન્ડરા
- તંડેગે ટક્કા માગા
- ભાન્ડા નાન ગાન્ડા
- રાજા મહારાજા
- પૂનમ ચંદ્ર
- દેવારાગુડી
- પક્કા કાલા
- અરાનયાડલ્લી અભિમન્યુ
- વાયુપુત્ર
- રામરાજ્યડલ્લી રક્ષાસરુ (1990) (સહ અભિનેતાઓ- શંકરનાગ, અનંતનાગ, સુધીર, સોનિકા ગિલ, શશીકુમાર, ગાયત્રી, રમેશ ભટ, ગીતા, નિર્દેશનઃ ડી રાજેન્દ્ર બાબુ, નિર્માતાઃ કે સી એન. મોહન, સંગીતકારઃ એમ રંગા રાવ)
- કડાણા
- મિ. રાજા
- શ્રીથાનક્કે સવાલ (1978) (સહ અભિનેતાઓઃ વિષ્ણુવર્ઘન, સંપથ, અશ્વથ, વજ્રમુનિ, દ્વારકેશ, મંજુલા, લીલાવતી, નિર્દેશનઃ રામન્ના ટી આર, સંગીતકારઃ વિજયભાસ્કર)
- ઉત્કર્ષ
- દેવરા માગા
- આહુતિ
- સવાથિયા નેરાલુ
- કરુલિના કુડી
- ઓન્ટીસાલગા
- ગાંડુસીડી ગુંડું
- વીરા પરંપરે
પુરસ્કાર અને સન્માન
[ફેરફાર કરો]- 1982માં અંતા માટે શ્રેષ્ઠ અભિનેતાનો કર્ણાટક રાજ્ય એવોર્ડ
- પુ્ટ્ટના કનાગલ દ્વારા નિર્દેશિત ફિલ્મ મસાંડા હુવુ માટે “શ્રેષ્ઠ સહાયક અભિનેતા” (1985-86)નો કર્ણાટક રાજ્ય એવોર્ડ
- રાજેન્દ્ર બાબુ દ્વારા નિર્દેશિત ફિલ્મ “ઓલાવિયા ઉડુગોર” માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ
- 2005 માટે એનટીઆર (NTR) નેશનલ એવોર્ડ મેળવ્યો[૪]
- ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ 2010.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Actor politician Ambareesh passes away, www.economictimes.indiatimes.com
- ↑ આઇએમડીબી (IMDB) એન્ટ્રી
- ↑ એક્સપ્રેસ ન્યૂઝ સર્વિસ: અંબરીશ રિઝાઇન્સ ફ્રોમ ગવર્નમેન્ટ, લોકસભા ઓવર કાવેરી રો, ઇન્ડિયન એક્સપ્રેસ , ફેબ્રુઆરી 15, 2007.
- ↑ અવર બ્યૂરો: [૧]ઇલ્યારાજા, અંબરીશ, કૃષ્ણા ગેટ એનટીઆર (NTR) એવોર્ડ, ઇન્ડિયન એક્સપ્રેસ , ઓગસ્ટ 31, 2007.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- ભારતીય સંસદ પર અંબરીશનું હોમ પેજ સંગ્રહિત ૨૦૦૮-૦૨-૧૦ ના રોજ વેબેક મશિન
- કન્નડ ગીતમાં અંબરીશ