અકાળા(તા. માળીયા હાટીના)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અકાળા(તા. માળીયા હાટીના)
—  ગામ  —
અકાળા(તા. માળીયા હાટીના)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°09′34″N 70°22′18″E / 21.159420°N 70.371573°E / 21.159420; 70.371573
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

અકાળા(તા. માળીયા હાટીના) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સાહિત્યમાં ઉલ્લેખ[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા ભીમો ગરણિયો માં આ ગામનો ઉલ્લેખ આવે છે.[૧] એ વાર્તા અનુસાર આશરે બસો વર્ષ પૂર્વે આ ગામ ભાવનગર અને પાલીતાણા રજવાડાઓની સીમા પર હતું અને પાલીતાણાના રાજા પ્રતાપસંગજી આ ગામને અડીને એક નવું ગામ વસાવવા માંગતા હતા. રોજનો ટંટો કંકાસ ટાળવાના હેતુથી ગામના મહેસૂલ અધિકારીએ વચમાં ગોંદરા જેટલી જગ્યા રાખીને નવા ગામનો પાયો ખોદવા સૂચવ્યું પણ પ્રતાપસંગને સમજાવવાની કોઈની હિંમત ન હતી. તે સમયે ભીમો ગરણિયો નામના એક આહીર વટેમાર્ગુએ રાજા સાથે મસલત કરી ધમકાવીને ત્યાં નવા ગામની રચના ટળાવી દીધી.[૨] વાર્તાનાયક ભીમો ગરણિયો આ ગામનો વતની હોવાની વાત કરે છે. આ ગામનો ઉલ્લેખ "વડિયા તાબે અકાળા ગામ" તરીકે થયો છે.


માળિયા હાટીના તાલુકાના ગામ અને ભૌગોલીક સ્થાન

  1. "પૃષ્ઠ:Rasdhar5.pdf/૭૮ - વિકિસ્રોત". gu.wikisource.org. Retrieved 2019-08-01.
  2. "રસધાર ૫/ભીમો ગરણિયો - વિકિસ્રોત". gu.wikisource.org. Retrieved 2019-07-31.