અક્સા બીચ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અક્સા બીચ
અક્સા બીચ પર સૂર્યાસ્ત

અક્સા બીચમુંબઈ ના મલાડ પરામાં આવેલા અક્સા ગામનું એક પ્રખ્યાત ફરવાનું સ્થળ છે. જે માલવણીથી નજીક છે.[૧][૨]

આ બીચ શાંત જગ્યા છે, જ્યાં વસ્તી ખુબજ ઓછી જોવા મળે છે. પહેલાં આ બીચ ખુબ જ સાફ હતો અને ત્યાં વિવિધ પ્રકારના શંખ, છીપલા અને ગોકળગાય જોવા મળતા હતા. આ બીચ યુવાનો માં ખુબજ પ્રખ્યાત ફરવાનું સ્થળ છે. આ બીચ પર ઘણી હોટલ આવેલી છે. જેમાંની ઘણી હોટલ પર્યટકોને અને મુલાકાતીઓને ભાડે આપવામાં આવે છે.[૧]

આ બીચના છેડા પર INS હમલા (ભારતીય નૌકાસેનાનું મથક) અને નાનો બીચ "દાના પાની" આવેલો છે.

પરિવહન[ફેરફાર કરો]

અક્સા બીચ જવા માટે મલાડ ‍‌‌‍(પશ્ચિમ) થી બોરિવલીથી મઢ ટાપુ જતી બેસ્ટની બસ વડે જઇ શકાય છે તેમજ રીક્ષા અને ટેક્સી દ્વારા જઇ શકાય છે. આ સ્થળ મલાડ સ્ટેશન થી ૯ કિમી જ્યારે બોરિવલી સ્ટેશનથી ૧૨ કિમીના અંતરે આવેલું છે. અંધેરી સ્ટેશનથી વર્સોવા બસ સ્ટોપ પર થઇને પણ અહીં જઇ શકાય છે. વર્સોવા ગામથી મઢ ટાપુની સ્થાનિક બસ પણ પ્રાપ્ત છે, જે વડે અહીં જવા માટે ૨૦ મિનિટ લાગે છે.

સલામતી[ફેરફાર કરો]

આ સમુદ્રનો પ્રવાહ તેજ હોવાથી અહી તરવા જવું સલાહ ભર્યુ નથી અને મોજાઓના કારણે માટી ખસતી રહે છે અને લોકો તેને પારખી સકતા નથી. અહીં ન તરવાની ચેતવણી મુકવામાં આવી છે અને રક્ષક પણ રાખવામાં આવ્યા છે. છતાં પણ અહીં ખડકાળ બીચ ઉપર ચેતવણીની અવગણના અને મોજાનો પ્રવાહ ઝડપથી બદલાતો હોવાને કારણે દુર્ઘટનાઓ થતી રહે છે.[૩][૪][૫][૬] આ બીચ ચોમાસામાં ખુબજ ભયજનક બની જાય છે. તેમ છતાં રજાના દિવસોમાં અંદાજે ૧૫,૦૦૦ જેટલા લોકો આ બીચ ની મુલાકાતે આવે છે.[૭]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Aksa Beach – Mumbai Suburb". mumbai77.com. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |access-date= (help)
  2. "World's most 'treacherous' beach claims 3". hindustantimes.com. ૬ મે ૨૦૧૩. Archived from the original on ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
  3. "Two College Students Drown at Aksa'". DNA India. ૧૨ મે ૨૦૧૫. Retrieved ૧૨ મે ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (help)
  4. "Three Malad youths drown off Aksa beach, lifeguard pulls one to safety". The Times of India. ૬ મે ૨૦૧૩. Retrieved ૬ મે ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (help)
  5. "'Visitors don't pay heed to warning signs'". Hindustan Times Mumbai. ૬ મે ૨૦૧૩. Retrieved ૬ મે ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (help)
  6. "Four drown off Aksa beach". DNA. ૨૨ જૂન ૨૦૦૮. Retrieved ૬ મે ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (help)
  7. "Danger at the beach". DNA. ૨૪ જૂન ૨૦૦૮. Retrieved ૬ મે ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (help)
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: