અખાડો

વિકિપીડિયામાંથી
મહાભારતમાં જેનું વર્ણન છે તે રાજગીર ખાતે આવેલો જરાસંધ અખાડો
પ્રયાગરાજમાં કુંભમેળા સમયે ગંગાના પુલને પાર કરી રહેલો સાધુઓનો અખાડો, ઇ.સ. ૨૦૦૧.

અખાડો શબ્દ બે અલગ-અલગ અર્થોમાં પ્રયોજવામાં આવે છે:

  1. વ્યાયામશાળા, જ્યાં પહેલવાનો કુશ્તી વગેરે કરે/શીખે છે તે સ્થળ અને,
  2. અખાડો સાધુઓનું એક દળ છે જે શસ્ત્રવિદ્યામાં પણ પારંગત હોય છે.[૧][૨]

સાંસ્કૃતિક મહત્વ[ફેરફાર કરો]

ભારતીય સંસ્કૃતિમાં અખાડાઓ પ્રાચીનકાળથી મહત્વ ધરાવે છે. અખાડાઓ સાધુઓનો એવો સમૂહ છે જે સંકટના સમયે રાજધર્મથી વિરુદ્ધ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રરક્ષા અને ધર્મરક્ષા માટે કામ કરતો હતો. આ પ્રકારના સંકટથી દેશ અને ધર્મ બન્નેની રક્ષા માટે અખાડાના સાધુઓ પોતાની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાનો પણ ઉપયોગ કરતા હતા. તેથી અખાડા અંતર્ગત પહેલવાનો માટે એક મેદાન હતું જેનો ઉપયોગ શરીરશૌષ્ટવ વધારવા માટે થતો હતો. સાધુઓ જુદા-જુદા દાવપેચ અજમાવીને અભ્યાસ કરતા હતા. સાધુઓના આ અખાડા પરથી વ્યાયામશાળા માટે પણ આ શબ્દ પ્રચલિત બન્યો હોવાનું માનવામાં આવે છે.

વર્તમાનમાં અખાડા[ફેરફાર કરો]

ભારતના સાધુઓમાં અખાડા પ્રથા આજે પણ મહત્વ ધરાવે છે. ભારતના સૌથી મોટા સાધુઓના કુંભમેળામાં સાધુઓના દેશભરના અનેક અખાડાઓના દર્શન થાય છે. ગુજરાતમાં પણ મુખ્યત્વે જૂનાગઢ ખાતે સાધુઓના અખાડાઓ આવેલા છે. શિવરાત્રીના મેળામાં આ સાધુઓ વિવિધ અંગકસરતના કરતબો અજમાવે છે. આ બન્ને મેળાઓમાં સાધુઓના અખાડાઓ સંમેલિત થઈને શાહી સ્નાન કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. અખાડા શબ્દનો અર્થ અને ઉત્પત્તિ
  2. James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: A-M. The Rosen Publishing Group. પૃષ્ઠ 23–4. ISBN 978-0-8239-3179-8.