અતિકાયા

વિકિપીડિયામાંથી
અતિકાયા, રાવણનો પુત્ર

અતિકાયા (તમિલ: Atikayan, મલય: Trikaya) રામાયણ મહાકાવ્યમાં રાવણ અને તેની પત્ની ધન્યમાલિનીનો પુત્ર હતો.[૧] અતિકાયા ઇન્દ્રજીતનો નાનો ભાઈ હતો અને અત્યંત શક્તિશાળી હતો. એકવાર તેણે શિવજીને કૈલાશ પર ક્રોધે કર્યા હતા ત્યારે શિવે તેના પર ત્રિશૂલ ફેક્યું હતું, પરંતુ તેણે હવામાં જ ત્રિશૂલ પકડીને નમ્ર રીતે તેને વાળી દીધું હતું. આ જોઇને શિવે ખુશ થઇને તેને આર્શીવાદ આપીને તીરંદાજીના રહસ્યો અને દૈવી શસ્ત્રો આપ્યા હતા.

તેની આ અસાધારણ કુશળતા અને શ્રેષ્ઠતાને કારણે લક્ષ્મણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને તેનો વધ કરવો પડ્યો હતો. ઇન્દ્રે વરુણ દેવતા દ્વારા અતિકાયાને મળેલા અમોઘ કવચનો ભેદ લક્ષ્મણને કહ્યો હતો, જે કવચ માત્ર બ્રહ્માસ્ત્ર દ્વારા જ ભેદાય તેમ હતું.

અતિકાયા અને તેનો ભાઇ ત્રિશિરા, રાક્ષસો મધુ અને કૈબંધના અવતારો માનવામાં આવતા હતા, જેમની હત્યા વિષ્ણુ દ્વારા વિશ્વના સર્જન વખતે કરવામાં આવી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. James G. Lochtefeld (૨૦૦૨). The Illustrated Encyclopedia of Hinduism: A-M. The Rosen Publishing Group. પૃષ્ઠ ૬૯. ISBN 978-0-8239-3179-8.