અદિતી મંગલદાસ

વિકિપીડિયામાંથી
અદિતી મંગલદાસ
૨૦૦૭માં વૉર્સો ખાતે અદિતી મંગલદાસ
જન્મની વિગત1960
ગુજરાત
વ્યવસાયનૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા

અદિતી મંગલદાસ (જન્મ: ૧૯૬૦) એક કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશક (કોરિયોગ્રાફર) છે. તેઓ મુખ્યત્વે કથકના પરંપરાગત સ્વરૂપમાં કામ કરે છે. તેઓ કુમુદિની લખિયા અને બિરજુ મહારાજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. તેઓ દિલ્હીમાં પોતાની નૃત્ય સંસ્થા, દ્રષ્ટિકોણ ડાન્સ ફાઉન્ડેશન ચલાવે છે, જેમાં તેઓ કલા દિગ્દર્શક અને મુખ્ય નૃત્યાંગના તરીકે સેવા આપે છે. આ કાર્ય શરૂ કરતા પહેલાં, ઘણાં વર્ષો સુધી તેઓ બિરજુ મહારાજના નૃત્ય જૂથમાં એક મુખ્ય નૃત્ય કલાકાર રહ્યાં હતા.[૧][૨][૩]

પ્રારંભિક જીવન અને તાલીમ[ફેરફાર કરો]

૧૯૬૦ માં જન્મેલા અદિતી મંગલદાસનો ઉછેર અમદાવાદમાં થયો હતો. અહીં તેમણે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી વિજ્ઞાન સ્નાતકની પદ્‌વી પ્રાપ્ત કરી હતી.[૪]

તેમણે નાની ઉંમરે અમદાવાદના કદમ્બ સેન્ટર ફૉર ડાન્સ ખાતે કુમુદિની લખિયાના માર્ગદર્શન હેઠળ કથક નૃત્યની તાલીમ લીધી હતી. ત્યાર બાદ પુપુલ જયકારની સલાહથી, તેઓ નૃત્યના ક્ષેત્રમાં વધુ તકોની શોધમાં દિલ્હી ગયા. અહીં તેમણે દિલ્હીના કથક કેન્દ્રમાં બિરજુ મહારાજ પાસે કથકનો વધારે અભ્યાસ કર્યો. નૃત્યની તાલીમ પૂર્ણ કર્યા પછી, તેઓ બિરજુ મહારાજના નૃત્ય જૂથના ભાગ રૂપે વિશ્વના ઘણા ભાગોમાં ગયા.[૫] [૬][૭]

કારકિર્દી[ફેરફાર કરો]

અદિતી મંગલદાસ નૃત્ય સમુહમાં

અદિતીએ ભારતના મોટા નૃત્ય મહોત્સવોમાં કથકની રજૂઆત કરી છે અને યુ.કે., યુ.એસ. અને સોવિયત સંઘમાં ભારતીય સાંસ્કૃતિક ઉત્સવોમાં ભાગ લીધો છે. એકલ નૃત્યોના દિગ્દર્શન કરવા ઉપરાંત, તેમણે ઘણાં જૂથ નૃત્યનું નિર્દેશન પણ કર્યું છે જેમાં પરંપરાગત અને સમકાલીન શૈલીઓનું આકર્ષક મિશ્રણ છે. તેમણે ચીખ, સ્વાગત વિસ્તાર, ધ સાઉન્ડ ઑફ ધ યુનિવર્સ, અને વૃંદાકૃતિ સહિત અનેક નૃત્ય નિર્દેશનો કર્યા છે. તેમણે અનેક કાર્યશાળાઓ યોજી છે અને ઘણાં નૃત્ય સેમિનારોમાં નિબંધો રજૂ કર્યા છે. ૨૦૦૫ માં, છ નૃત્યકારો અને ત્રણ સંગીતકારોના સમૂહ સાથે અદિતિ મંગલદાસ ડાન્સ કંપનીએ એશિયા સોસાયટીમાં ફુટપ્રિન્ટ્સ ઓન વૉટર નામના પ્રયોગ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં તેમના કલા પ્રદર્શનની શરૂઆત કરી.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Rajan, Anjana (28 October 2009). "Savouring the present". The Hindu. મેળવેલ 6 October 2018.
  2. Anderson, Zoë (24 August 2004). "Exquisite Indian Dance, Dance Base, Edinburgh". The Independent. London. મૂળ માંથી 15 એપ્રિલ 2016 પર સંગ્રહિત. મેળવેલ 6 October 2018.
  3. "FACE TO FACE: Futuristic footwork". The Hindu. 7 March 2004. મેળવેલ 6 October 2018.
  4. "Day after Aditi Mangaldas..." The Indian Express. 21 September 2007. મૂળ માંથી 9 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 27 July 2010.
  5. Rajan, Anjana (1 January 2010). "Fleet feat". The Hindu. મેળવેલ 6 October 2018.
  6. Massey, Reginald (2004). India's dances: their history, technique, and repertoire. Abhinav Publications. પૃષ્ઠ 239. ISBN 81-7017-434-1.
  7. Kothari, Sunil (1989). Kathak, Indian classical dance art. Abhinav Publications. પૃષ્ઠ 217.
  8. Rocco, Claudia La (1 October 2005). "An Ancient, Percussive Form That's Stripped of Mime". The New York Times. મેળવેલ 6 October 2018.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]