અનસૂયા ત્રિવેદી

વિકિપીડિયામાંથી
અનસૂયા ત્રિવેદી
જન્મ૦૭-૦૪-૧૯૨૪
મુંબઈ, બ્રિટિશ રાજ
વ્યવસાયસંપાદક, સંશોધક
ભાષાગુજરાતી ભાષા
નાગરિકતાભારતીય
જીવનસાથીભૂપેન્દ્ર ત્રિવેદી

અનસૂયા ત્રિવેદી (જન્મ ૭ એપ્રિલ ૧૯૨૪) એ ભારતના ગુજરાત રાજ્યના ગુજરાતી વિવેચક, સંપાદક અને સંશોધનકાર હતા. તેમણે મુંબઈની વિવિધ ક કૉલેજમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો અને પછી ભણાવ્યો. તેમના પતિ ભૂપેન્દ્ર ત્રિવેદી સાથે, તેમણે મધ્યયુગીન ગુજરાતી કવિ અખા ભગત સહિતના ઘણી રચનાઓનું સંકલન અને સંશોધન કર્યું. તેમણે કહેવતો પર ગુજરાતીમાં વ્યાપક અભ્યાસ અને પ્રકાશનો કર્યા છે.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

અનસૂયા ત્રિવેદીનો જન્મ ૭ એપ્રિલ ૧૯૨૪ ના દિવસે બોમ્બે (હાલ મુંબઇ) માં થયો હતો.[૧][૨] [૩] ૧૯૪૧ માં મેટ્રિક અને ૧૯૪૬માં તેમણે બી.એ.નો અભ્યાસ પ્રથમ વર્ગ સાથે પૂર્ણ કર્યો. ૧૯૪૬ થી ૧૯૪૮ દરમિયાન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે ભણાવ્યું. ૧૯૪૮ માં તેમણે એમ. એ. અને ૧૯૫૦ માં પી. એચ. ડી. પૂર્ણ કરી. ૧૯૬૬ માં, તેમણે તેમના થીસીસ મધ્ય કાલીન ગુજરાતી સાહિત્ય માં પ્રયુક્ત કહેવતો એ વિષય હરિવલ્લભ ભાયાની હેઠળ પીએચ. ડી. કરી. ૧૯૭૦ માં, તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા મેળવ્યો.

તેમણે એસ.એન.ડી.ટી. કૉલેજમાં ૧૯૫૦ થી ૧૯૫૧ દરમિયાન ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યું. ત્યારબાદ ૧૯૫૧ થી ૧૯૫૨ દરમિયાન ટોપીવાળા કોલેજમાં પ્રાધ્યાપિક અહતા. ૧૯૫૬માં એસ.એન.ડી.ટી. કૉલેજમાં તેઓ પાછા ફર્યા અને જૂન ૧૯૭૪ માં ત્યાં આચાર્ય નિયુક્ત થયા. તેમણે ત્યાં પીએચ. ડી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું.[૧] [૨][૩]

તેમણે ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી નામના લેખક સાથે લગ્ન કર્યા.[૧]

રચનાઓ[ફેરફાર કરો]

અનસૂયા બહેને તેમને મોટા ભાગના આલોચનાત્મક, સંપાદન અને સંશોધન કાર્યો તેમના પતિ સાથે કર્યા હતા જેમાં મધ્યયુગીન ગુજરાતી કવિ અખા ભગતની કૃતિઓ શામેલ છે. તેઓએ નરહરિની જ્ઞાનગીતા (૧૯૬૪), અખાના અનુભવબિંદુ (૧૯૬૪), મણિક્યસુંદસૂરિનું પૃથ્વીચંદ્રચરિત્ર (૧૯૬૬), અખા ભગત છપ્પા: દસ અંગ (૧૯૭૨), માધવનાલ-કામકાંડલા પ્રબંધ: અંગ ૬, દુહા ૨૬૬-૩૭૧ (૧૯૭૫), અખા ભગત છપ્પા ૧-૨-૩ (૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૨), અખા ભગત ગુજરાતી પદ (૧૯૮૦), બૃહદ આરતીસંગ્રહ (૧૯૯૯), અખાના ચબખા (૧૯૯૯) સહિત અનેક કૃતિઓ સહ-સંપાદિત અને પ્રકાશિત કરી. [૧][૨][૩]

તેમણે ગુજરાતી ભાષામાં કહેવતોનો વિસ્તૃત અભ્યાસ અને સંશોધન કર્યું . આપણી કહેવતો: એક અધ્યાય (૧૯૭૦) અને ગુજરાતી સાહિત્યમાં કહેવતોનો પ્રચાર (૧૯૭૩) એ તેમનો કહેવતોનો વ્યાપક શૈક્ષણિક અભ્યાસ છે.[૧][૨][૩] તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને મધ્યયુગીન જૂનું ગુજરાતી સાહિત્યમાં કહેવતોનો સમકાલીન ઉપયોગની કહેવતો સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો છે. આપણી કહેવતો: એક અધ્યાય એ કહેવતો, તેની વ્યાખ્યા અને લક્ષણો, વિષયો, મહત્વ, સાંસ્કૃતિક સંદર્ભો અને પરંપરાઓનો ૧૨૦ પાનાનો અભ્યાસ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ દવે, રમેશ આર., સંપાદક (ઓક્ટોબર ૨૦૦૧). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગદ્યસર્જકો (૧૮૯૫-૧૯૩૫). VI. ત્રિવેદી, ચિમનલાલ; દેસાઇ, પારુલ કંદર્પ. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૫૫૦-૫૫૧.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (જાન્યુઆરી ૨૦૧૩) [૩ માર્ચ ૧૯૭૭ (૧લી આવૃત્તિ)]. ત્રિવેદી, શ્રદ્ધા; શાહ, કિર્તીદા; શાહ, પ્રતિભા (સંપાદકો). ગુજરાતના સારસ્વતો ― ૧ (અદ્યતન આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત સાહિત્ય સભા. પૃષ્ઠ ૫. OCLC 900401455.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ત્રિવેદી, શ્રદ્ધા (૧૯૯૦). ટોપીવાળા, ચંદ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ આર. (સંપાદકો). ગુજરાતી સાહિત્ય કોશ : અર્વાચીનકાળ. II. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૯૮. OCLC 26636333.