અનિલ કાકોડકર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અનિલ કાકોડકર

અનિલ કાકોડકર (મરાઠી: अनिल काकोडकर) ભારત દેશના પ્રસિદ્ધ પરમાણુ -વૈજ્ઞાનિક છે. નવેમ્બર, ૨૦૦૯ સુધી તેઓ ભારત દેશના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તેમ જ ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગના સચિવ પણ હતા. આ પહેલાંના સમય પૂર્વે તેઓ ઇ. સ. ૧૯૯૬ થી ઇ. સ. ૨૦૦૦ના વર્ષ સુધી ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના નિર્દેશક (director) હતા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯ના દિવસે એમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અનિલ કાકોડકરે ઇ. સ. ૨૦૦૮ના વર્ષમાં ભારત તથા અમેરિકા દેશોની વચ્ચે અસૈન્ય પરમાણુ કરાર કરાવવાના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાકોડકર વૈજ્ઞાનિકોના એવા દળના એક સદસ્ય રહ્યા હતા, જેણે સફળતાપૂર્વક પોખરણ - પ્રથમ (૧૯૭૪) અને પોખરણ - દ્વિતીય (૧૯૯૮) પરમાણુ પરીક્ષણ સંપન્ન કર્યાં હતાં.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]