અફઘાનિસ્તાનમાં ક્રિકેટ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અફઘાનિસ્તાન ટીમ આયર્લૅન્ડ સામે હઝેલારેગ સ્ટેડીયમ, રોટ્ટેરડેમ ખાતેની વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન વન મેચ સમયે
અફઘાનિસ્તાન સેનાના સાર્જન્ટ મેજર હબીબ્બુલ્લા ચામકાની, પક્તિયા પ્રાંતમાં ક્રિકેટ મેદાનના ઉદ્ઘાટન સમયે

અફઘાનિસ્તાનમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે.[૧] જે આંતરરાષ્ટ્રીય સ્તરે અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ દ્વારા રજૂ થાય છે. અફઘાનિસ્તાન ની ભારત અને પાકિસ્તાન જેવા રાષ્ટ્રોની નિકટતાને કારણે અફઘાનિસ્તાનમાં આ રમતનો છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ પ્રસાર થયો છે. ૨૨ જુન ૨૦૧૭ ના રોજ થી અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનું સંપૂર્ણ સભ્ય બન્યું છે.

૧૯મી સદીના એંગ્લો-અફઘાન યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનમાં સૌપ્રથમવાર ક્રિકેટ રમવામાં આવ્યું હતું,[૨] જે બ્રિટિશ સૈનિકોએ ૧૮૩૯માં કાબુલમાં રમી હોવાનું નોંધાયું હતું. જો કે, અફઘાનિસ્તાનમાં ક્રિકેટનો પ્રચાર ૨૦મી સદીની અંતિમ વર્ષો દરમિયાન પાકિસ્તાનમાં રહેતા અફઘાનિ નિરાશ્રીતો દ્વારા વધુ થયો હતો, જ્યારે તે નિરાશ્રીતો અફઘાનિસ્તાન પાછા ગયા ત્યારે તેમણે ત્યાં ક્રિકેટ રમવાનું અને પ્રસારિત કરવાનું શરુ કર્યું. પરંતુ, અન્ય રમતોની જેમ ક્રિકેટ પણ તાલિબાન દ્વારા પ્રતિબંધીત જાહેર કરાઈ હતી.

અફઘાનિસ્તાનમાં ક્રિકેટનું સત્તાવાર સંચાલન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવે છે, જેનું મુખ્યમથક રાજધાની કાબુલમાં આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Women's Cricket: Afghanistan's Secretive New Sport". Time. 4 June 2010. મૂળ માંથી 17 ઑગસ્ટ 2013 પર સંગ્રહિત. મેળવેલ 9 September 2011. Check date values in: |archive-date= (મદદ)
  2. "Profile of Afghanistan". Asian Cricket Council. મેળવેલ 10 July 2014.