અમલાની મુવાડી (તા.પ્રાંતિજ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અમલાની મુવાડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠાજિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પ્રાંતિજ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. અમલાની મુવાડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તેમ જ પશુપાલન છે.

આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. 

આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અમલાની મુવાડી ગામ ખારી નદી કીનારે વસેલુ છે. નદી કીનારે ટેકરી પર માં મહાકાલી માતાજીનું મંદિર,હનુમાજી મંદિર,માં જોગણી માતાજી મંદિર ગામના લોકોનું અાસથાનું થાન છે.


ગામ માં મુળ રહેવાસી હિંદુ ક્ષત્રિય ઝાલા દરબાર રહે છે.બીજા રહેવાસી હિંદુ ઠાકરડા(પરમાર તથા મકવાના) તથા દેવીપૂજક લોકો રહે છે.

ગામમાં બીજુ એક મંદિર શ્રી અલખનીરંજન મહરાજનુ આવેલછે.જેનુ સંચાલન ભગત કુટુબ કરે છે.

  1. તાલુકા પંચાયતના જાળસ્થળ પર આંગણવાડીઓની યાદીમાં અમલાની મુવાડીનો ઉલ્લેખ, પ્રાપ્ય-૩૦ જાન્યુઆરી ૨૦૧૬