અમીરબાઈ કર્ણાટકી
અમીરબાઈ કર્ણાટકી | |
---|---|
જન્મ | 1906 બાગલકોટ, કર્ણાટક, બ્રિટિશ કાળનું ભારત |
મૃત્યુ | 3 March 1965 ભારત | (ઉંમર 58–59)
શૈલી | પાર્શ્વ ગાયક |
વ્યવસાયો | ગાયક, અભિનેત્રી |
વાદ્યો | ગાયક |
સક્રિય વર્ષો | ૧૯૩૫-૧૯૬૧ |
અમીરબાઈ કર્ણાટકી (ઈ. સ. ૧૯૦૬-૩ માર્ચ ૧૯૬૫) પ્રારંભિક કાળના હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેત્રી/ગાયિકા અને પાર્શ્વ ગાયિકા હતા. તેઓ કન્નડ કોકિલા તરીકે પ્રખ્યાત હતા. મહાત્મા ગાંધીજી તેમના દ્વારા ગવાયેલ ગીત વૈષ્ણવ જન તો ના પ્રખર ચાહક હતા.[૧]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]અમીરબાઈ કર્ણાટકીનો જન્મ કર્ણાટકના બીજાપુર જિલ્લાના બિલગી શહેરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમની પાંચ બહેનોમાંથી, અમીરબાઈ અને તેમની મોટી બહેન ગૌહરબાઈએ પ્રસિદ્ધિ અને સંપત્તિ મેળવી હતી. અમીરબાઈએ મેટ્રિક પૂર્ણ કરી અને ૧૯૩૧માં ૨૫ વર્ષની ઉંમરે મુંબઈ ગયા.[૨]
કારકિર્દી
[ફેરફાર કરો]અમીરબાઈ એક પ્રતિભાશાળી ગાયિકા અને અભિનેત્રી હતા, તેઓ કન્નડ (માતૃભાષા) અને ગુજરાતી ભાષાઓ સહેલાઈથી બોલી શકતા હતા. ફિલ્મ 'રાણક દેવી' (૧૯૪૬)નું "માહરે તે ગામડે એક વાર આવજો" એ તેમના પ્રખ્યાત ગુજરાતી ગીતોમાંનું એક ગીત છે, સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે તેમણે આ ગીત ગાયું હતું. એચ એમ વી લેબલ મ્યુઝિક કંપનીના પ્રતિનિધિ તેમની ગાયન પ્રતિભાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને કવ્વાલી ગવડાવી અને તે ખૂબ જ લોકપ્રિય બની હતી. આ કવ્વાલી ફિલ્મ નિર્માતા-નિર્દેશક શૌકત હુસૈન રિઝવી ફિલ્મ ઝીનત (૧૯૪૫) માટે હતી. તેમણે લતા મંગેશકર સાથે તેમનું સૌથી પ્રસિદ્ધ યુગલ ગીત "ગોરે ગોરે ઓ બાંકે છોરે" ફિલ્મ સમાધિ માટે ગાયું હતું. તેમની મોટી બહેન ગૌહરબાઈ એક અભિનેત્રી હતી અને તેમણે ૧૯૩૪માં ફિલ્મ વિષ્ણુ ભક્તિમાં અમીરબાઈને ભૂમિકા અપાવવામાં મદદ કરી હતી.[૧]
શરૂઆતમાં, અમીરબાઈએ ફિલ્મોમાં ગીતો ગાયા હતા, પરંતુ તેઓ તેમની ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ૧૯૪૩માં બોમ્બે ટોકીઝની 'કિસ્મત' (૧૯૪૩ની ફિલ્મ) ની રજૂઆત સાથે તેમણે લોકપ્રિયતા મેળવી. કિસ્મતના ગીતો પ્રચલિત બન્યા અને અમીરબાઈ પ્રખ્યાત થયા. આ સફળતા પાછળ સંગીતકાર અનિલ બિસ્વાસની મહેનત હતી. તેઓ શરૂઆતમાં ગાયક કલાકાર તરીકે જાણીતા હતા, પરંતુ તેમની કારકિર્દીના પતન પછી તેઓ પાર્શ્વ ગાયિકા બની ગયા હતા. ૧૯૪૭ સુધી તેઓ પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચી ગયાં હતાં.[૧]
૧૯૪૭ પછી, લતા મંગેશકર એક ઉભરતા કલાકાર બન્યા, તેથી ફરી એકવાર અમીરબાઈ અભિનય તરફ વળ્યા. તે પછીના વર્ષોમાં, તેમણે મોટાભાગે ચરિત્ર ભૂમિકાઓ ભજવી હતી. અમીરબાઈએ વહાબ પિક્ચર્સની ફિલ્મ શહનાઝ (૧૯૪૮) માટે પણ સંગીત આપ્યું હતું. તે જ વર્ષે તેમણે ગુજરાતી અને મારવાડી ફિલ્મો માટે હિન્દી સિનેમા લગભગ છોડી દીધું હતું. એક પ્રખ્યાત ફિલ્મ મેગેઝિન 'ફિલ્મ ઇન્ડિયા' એ તેના એક લેખમાં ઉલ્લેખ કર્યો હતો કે ૨૦મી સદીમાં જ્યારે અન્ય ગાયકોને એક ગીત ગાવા માટે ૫૦૦ રૂપિયા મળતા હતા, ત્યારે અમીરબાઈને પ્રતિ રેકોર્ડિંગ ૧૦૦૦ રૂપિયા મળતા હતા.[૧]
અંગત જીવન
[ફેરફાર કરો]અમીરબાઈનું વૈવાહિક જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું. તેમના પ્રથમ લગ્ન ફિલ્મ અભિનેતા હિમાલયવાલા (અફઝલ કુરેશી) સાથે થયા હતા. તેઓ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાઓ ભજવવા માટે જાણીતા હતા. તેઓ લગ્ન પછી અમીરબાઈને વારંવાર મારતા અને તેઓની મોટાભાગની કમાણી તેમના અંગત મનોરંજન માટે ખર્ચ કરતા. અમીરબાઈએ અભિનેત્રી તરીકે અને સ્ટુડિયોમાં ગાતી વખતે પણ તેમના ચહેરા પર નકલી સ્મિત મૂકવું પડતું હતું. પ્રખ્યાત ગુજરાતી લેખક ભાઈ રંજન કુમાર પાંડ્યએ અમીરબાઈના વૈવાહિક જીવનનું વિગતવાર વર્ણન કર્યું છે. તેઓ કહે છે કે અમીરબાઈની મોટી બહેન અહિલ્યા બાઈ ન્યાયની ઝંખનામાં એક મોડી રાત્રે પ્રખ્યાત ગુજરાતી વકીલ ચેલશંકર વ્યાસ પાસે ગઈ હતી. તેણીએ વ્યાસને કહ્યું કે હિમાલયવાલાએ છૂટાછેડાના બદલામાં એક મોટી રકમ અને અમીરબાઈની કાર લીધી હતી. બીજા જ દિવસે, તેણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી જાહેરમાં તેમનું અપહરણ પણ કર્યું હતું. તેણે તેમને એક રૂમમાં કેદ કરી હતી અને વારંવાર મારતો હતો. પોલીસે પણ હિમાલયવાલાનો સાથ આપ્યો હતો. ચેલશંકર વ્યાસે આ તમામ આરોપોને ધ્યાનમાં રાખીને તેણીને મદદ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાની સામાજિક સ્થિતિ અને ન્યાયિક સમજણનો ઉપયોગ કર્યો અને અંતે અમીરબાઈને છૂટાછેડા અપાવ્યા.
૧૯૪૭માં જ્યારે બ્રિટિશ ભારતનું ભારત અને પાકિસ્તાન એમ વિભાજન થયું ત્યારે હિમાલયવાલા પાકિસ્તાન ગયા અને ત્યાં એક પ્રતિભાશાળી અભિનેતા તરીકે સારી પ્રતિષ્ઠા મેળવી. ભારતમાં, અમીરબાઈએ પારસના સંપાદક બદ્રી કાંચવાલા સાથે બીજી વખત લગ્ન કર્યા, તેઓ વધુ સારા પતિ હતા.[૧]
પસંદ કરેલ ગીતો
[ફેરફાર કરો]- "ઓ જાને વાલે બાલમવા લૌટ કે આ, લૌટ કે આ" અમીરબાઈ કર્નાટકી અને શ્યામ કુમાર દ્વારા ગવાયું છે, ડી. એન. મધોક દ્વારા ગીતો અને રતન (૧૯૪૪) ફિલ્મમાં નૌશાદ અલી દ્વારા સંગીત [૧]
- "ધીરે ધીરે આ રે, બાદલ", ફિલ્મ કિસ્મત (૧૯૪૩ ફિલ્મ).[૧]
- "પ્રિયા મધુવાનાદલી", એક કન્નડ ગીત, અમીરબાઈ દ્વારા ગવાયું છે, અને આજે પણ તે સમગ્ર કર્ણાટકમાં લોકપ્રિય છે [૧]
મૃત્યુ
[ફેરફાર કરો]૧૯૬૫માં તેમને લકવાનો હુમલો આવ્યો થયો હતો અને તેના માત્ર ચાર દિવસ પછી તેમનું અવસાન થયું હતું. તેમને તેમના વતનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમના પરિવાર દ્વારા વિજયપુરા (બીજાપુર) શહેરમાં હજુ પણ "અમીર ટૉકીઝ" ના નામે એક સિનેમા હોલ ચલાવવામાં આવે છે.[૧]
જીવનચરિત્ર
[ફેરફાર કરો]- અમીરબાઈ કર્નાટકી કન્નડમાં - લેખક :રહામત તારિકેરે [૩]
- અમીરબાઈ કર્ણાટકી (અંગ્રેજી) (અનુવાદ : પ્રશાંત કુલકર્ણી). ગ્રંથલી. 2014. મૂળ માંથી 4 January 2015 પર સંગ્રહિત.
{{cite book}}
: Check date values in:|archive-date=
(મદદ)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ "Amirbai Karnataki (singer) - profile". Cinemaazi.com website. મૂળ માંથી 7 December 2021 પર સંગ્રહિત. મેળવેલ 15 April 2024.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Bukhary, Aaliya (2024-07-03). "Amirbai Karnataki: Echoes Of The Singer's Legacy In Indian Cinema | #IndianWomenInHistory". Feminism in India (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2024-12-28.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Ameerbai Karnataki: Rahamath Tarikere: Kannada Books at SapnaOnline". sapnaonline.com. મૂળ માંથી 13 December 2014 પર સંગ્રહિત.
{{cite web}}
: Check date values in:|archive-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- આઇએમડીબી અમીરબાઈ કર્નાટકી, અમીરબાઈ કર્નાટકા ની ફિલ્મોગ્રાફી