લખાણ પર જાઓ

અયન

વિકિપીડિયામાંથી
રાધાપતિ અયન
કર્ણાટકના વિરુપક્ષ મંદિરમાં કામુક અવસ્થામાં અયન અને રાધાનું શિલ્પ
માહિતી
કુટુંબગોલા (પિતા); જટીલા (માતા)
જીવનસાથીરાધા
બાળકોવિષ્ણુપ્રિયા
સંબંધીઓયશોદા, કૃષ્ણ

અયન અથવા રાધાપતિ રાયન કે અભિમન્યુ એ હિંદુ ધર્મમાં શ્રીકૃષ્ણની પ્રિય સખી રાધાના પતિ હતા. તેમના પિતાનું નામ ગોલા અને માતાનું નામ જટીલા હતું. શ્રીકૃષ્ણના મથુરાગમન બાદ તેમના લગ્ન તેમની પ્રેમિકા રાધા સાથે બરસાનામાં થયા હતા.

અયન ગોકુળ પાસે જ જરત નામના ગામમાં રહેતા હતા. માન્યતાઓ અનુસાર અયન માતા કાલિકાના ભક્ત હતા અને સંસાર પ્રત્યે ઉદાસીન હતા. શ્રીકૃષ્ણના મથુરાગમન બાદ કૃષ્ણના પાલક પિતા નંદરાય બાબાએ અયન સાથે રાધાના વિવાહ કરાવ્યા હતા. અયન સાથે લગ્ન કરતી વખતે રાધાની ઉંમર ૨૦ વર્ષની હતી.

ગર્ગસંહિતા મુજબ અયન શ્રીકૃષ્ણની પાલક માતા યશોદાના પિતરાઈ ભાઈ હતા. આથી અયન કૃષ્ણના મામા અને રાધા કૃષ્ણના મામી હતા એવું મનાય છે.

લોકકાવ્યોમાં અયન અને રાધાના સુખદ વૈવાહિક જીવનનું વિસ્તૃત વર્ણન છે. અયન અને રાધાને વિષ્ણુપ્રિયા નામની એક પુત્રી પણ હતી. આજે પણ ગોકુળ અને જરાક પ્રાંતોમાં અયન અને રાધાના મંદિરો આવેલાં છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]