અરડૂસી

વિકિપીડિયામાંથી

અરડુસી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Angiosperms
Class: Eudicots
Order: Lamiales
Family: ઍકેન્થેસી
Genus: 'Justicia'
Species: ''J. adhatoda''
દ્વિનામી નામ
Justicia adhatoda

અરડૂસી અથવા વસાકા એક દ્વિબીજપત્રી ઘટાદાર વનસ્પતિ છે. આ છોડ એકેન્થેસિયા પરિવારની વનસ્પતિ છે. અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને શાખાની પર્વસન્ધિઓ પર સમ્મુખ ક્રમમાં સજ્જ રહેતી હોય છે. એનાં ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ આયુર્વેદ અને હોમિયોપેથી[૧] માં વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.

અરડૂસીક્ષયમાં ખુબ જ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સારુ કામ કરે છે.

ઉપયોગ[ફેરફાર કરો]

  • અરડૂસીનાં તાજા પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છુટ્ટો પડે છે.
  • નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાજં આપવાથી રાહત થાય છે.
  • અરડૂસીના અવલેહને વાસાવલહે કહે છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે.
  • પરસવો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.
  • અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "JUSTICIA ADHATODA - HOMOEOPATHIC MATERIA MEDICA - By William BOERICKE". homeoint.org. મેળવેલ 2019-12-16.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]