અરડોઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અરડોઈ
—  ગામ  —
અરડોઈનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°36′05″N 72°59′06″E / 22.601427°N 72.98493°E / 22.601427; 72.98493
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો કોટડા-સાંગાણી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

અરડોઈ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કોટડા-સાંગાણી તાલુકાનું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે પટેલ લોકોની વસ્તી રહે છે. અરડોઈ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનું, પંચાયતઘર અને દુધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે.

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન છે, ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. તેમજ અહીંનાં લોકો વેરાવળ (શાપર) ગામે આવેલ જી.આઈ.ડી.સી. માં નોકરી તથા મજુર તરીકે વ્યવસાય કરે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

અરડોઈ ગામ ઈ.સ. ૧૬૫૪-૬૫માં ગોંડલ રજવાડાં તરફથી કોટડા-સાંગાણીના સ્થાપક સાંગોજીને મળ્યું હતું. તેના પહેલાં તે ગોંડલના રાજવીનું મુખ્ય ગામ હતું. પરંતુ, જ્યારે તેમણે ગોંડલ હસ્તગત કર્યું ત્યારે રાજધાની અરડોઈથી ગોંડલ ખસેડવામાં આવી હતી. ગામની પૂર્વ બાજુએ મિનારો આવેલો છે.[૧]

ભૂગોળ[ફેરફાર કરો]

અરડોઈ ગોંડલથી ૧૨ માઇલ ઉત્તર-પૂર્વે, કોટડાથી ૪ માઇલ ઉત્તર-પશ્ચિમે અને રાજકોટથી ૧૨ માઇલ દક્ષિણે આવેલું છે. રાજકોટ-ગોંડલ માર્ગ પરથી તે માત્ર ૨ માઈલના અંતરે આવેલું છે અને ગોંડલ નદીની શાખા પર વસેલું છે. અહીંની જમીન ફળદ્રુપ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૦. Check date values in: |year= (help)

PD-icon.svg આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૦. Check date values in: |year= (help)

કોટડા-સાંગાણી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન