અર્થ અવર
Appearance
અર્થ અવર | |
---|---|
ઉજવવામાં આવે છે | વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) |
શરૂઆત | 8:30 pm |
અંત | 9:30 pm |
તારીખ | હવે પછી: 23 March 2024 |
આવૃત્તિ | વાર્ષિક |
સંબંધિત | આબોહવા પરિવર્તન અને પૃથ્વી સંરક્ષણ |
અર્થ અવર એ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) દ્વારા આયોજિત વિશ્વવ્યાપી ચળવળ છે. આપણી પૃથ્વી પ્રત્યેની પ્રતિબદ્ધતાના પ્રતિક સ્વરૂપે, આ કાર્યક્રમ વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે, જે વ્યક્તિઓ, સમુદાયો અને વ્યવસાયોને, માર્ચ મહિનાના છેલ્લા શનિવારે સાંજે ૮:૩૦ થી ૯:૩૦ વાગ્યા સુધી એક કલાક માટે બિન-જરૂરી વિજ-ઉપકરણો તથા લાઇટ્સ બંધ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.[૧] આ કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાઇટ્સ-ઓફ ઇવેન્ટ તરીકે કરવામાં આવી હતી.
જવલ્લે જ અમુક વર્ષોમાં જ્યારે પવિત્ર શનિવાર માર્ચના છેલ્લા શનિવારે આવતો હોય, ત્યારે અર્થ અવર તેની રાબેતા મુજબ આવતી તારીખને બદલે એક સપ્તાહ વહેલો ખસેડવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "About Us". Earth Hour. મેળવેલ March 31, 2014.