અલીક પદમશી

વિકિપીડિયામાંથી
અલીક પદમશી
Alyque Padamsee at Samriddhi.jpg
જન્મની વિગત૫ માર્ચ ૧૯૨૮
કચ્છ (ગુજરાત)
મૃત્યુની વિગત૧૭ નવેમ્બર ૨૦૧૮[૧] (૯૦ વર્ષ)
મુંબઈ
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
વ્યવસાયનાટ્ય અભિનેતા અને જાહેરાત નિર્માતા
ધર્મઅજ્ઞેયવાદી
જીવનસાથીપર્લ પદમશી (છૂટાછેડા)
ડોલી ઠાકોર (છૂટાછેડા)
શૅરોન પ્રભાકર (છૂટા પડ્યા)
પુરસ્કારોપદ્મશ્રી (૨૦૦૦), રવિન્દ્ર ટાગોર રત્ન

અલીક પદમશી (૫ માર્ચ ૧૯૨૮ – ૧૭ નવેમ્બર ૨૦૧૮) ભારતીય નાટ્ય કલાકાર અને જાહેરખબર નિર્માતા હતા. તેઓ રિચાર્ડ એટેનબોરોની અંગ્રેજી ફિલ્મ ગાંધીમાં મહમદ અલી ઝીણાના પાત્ર માટે જાણીતા બન્યા હતા. ભારતીય નાટ્યક્ષેત્ર ઉપરાંત તેઓ એક વિજ્ઞાપન વ્યાવસાયિક હતા. એક સમયે તેઓ ભારતીય વિજ્ઞાપન માર્કેટિંગ કમ્યુનિકેશન્સ કંપની લિન્ટાસ બોમ્બેના પ્રમુખ હતા.[૨][૩][૪]

પ્રારંભિક જીવન અને અભ્યાસ[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૯૨૮માં કચ્છના પારંપારિક ખોજા મુસ્લિમ પરિવારમાં થયો હતો.[૫] તેમના પૂર્વજો રાજદરબારના સંગીતકારો - ચારણ સમુદાયના હતા. અમુક પેઢીઓથી તેમનો પરિવાર કાઠીયાવાડમાં સ્થળાંતરીત થયો હતો. પદમશીના દાદાજી ભાવનગર જીલ્લાના વાઘનગર ગામના સરપંચ હતા. એક સમયે ભૂખમરાના કાળમાં તેમણે પોતાના કોઠારો સામાન્ય જનતા માટે ખોલી આપ્યા હતા. આથી તેમને પદ્મશ્રીનું માન મળ્યું હતું, જે આગળ જઈ અપભ્રંશ પામી પદમશીમાં રૂપાંતર પામ્યું. તેમના ચારણ કુળને કારણે તેમની મૂળ અટક ચારણ્યાસ હતી.[૬]

પદમશીના પિતા એક સંપન્ન વ્યાપારી હતા. તેઓ ૧૦ મકાનોના માલિક હતા, તેમનો કાચ અને રાચરચીલાનો ધંધો હતો. તેમની માતા કુલસુમબાઈ પદમશી ગૃહિણી હતા. અલીક આઠ બાળકોમાંનો એક હતો. તેમનો એક ભાઈ અકબર પદમશી જાણીતો ચિત્રકાર છે. તેઓ અમીર હોવા છતાં તેમના માતા-પિતા વધુ ભણેલા ન હતા. અલીક અને તેમના ભાઈ (બહેનો નહી) શાળામાં જનાર પ્રથમ કુટુંબી હતા. તેમના માતાપિતા બાળકો પાસેથી હળવી અંગ્રેજી શીખ્યા હતા.[૭] પારંપરિક મુસ્લિમ પરંપરામાં ઉછરેલા અલીક પોતાને અજ્ઞેયવાદી તરીકે ઓળખાવે છે. તેમણે ૧૮ વર્ષની વયે પોતાનો ધર્મ છોડી દીધો હતો. તેમણે મુંબઈની સેંટ ઝેવીયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો.[૮][૯]

અંગત જીવન[ફેરફાર કરો]

પર્લ પદમશી એ તેમના પ્રથમ પત્ની હતા. તેઓ યહૂદી માતા અને ખ્રિસ્તી પિતાના પુત્રી હતા. તેમના થકી તેમને બે સંતાન થયા - પુત્રી રાએલ પદમશી અને પુત્ર રાહુલ પદમશી.[૧૦] ત્યાર બાદ પદમશીર ડોલી ઠાકોર સાથે પણ સંબંધ ધરાવતા હતા, લોકો તેમને દંપતી જ માનતા હતા. ડોલી અને પદમશીને કુસાર નામે એક પુત્ર છે. ત્યાર બાદ તેમણે શૅરોન પ્રભાકર સાથે લગ્ન કર્યા. તેના થકી તેમને શેહનાઝ નામની પુત્રી છે. તે ત્રણે સ્ત્રીઓ નાટ્ય કે ટીવી કલાકાર હતી.

જાહેરાત[ફેરફાર કરો]

પદમશી દેશની ટોચની જાહેર ખબર કંપની, લિન્ટાસ ઈંડિયાના ૧૪ વર્ષ સુધી ચીફ એક્ઝિક્યુટિવ રહ્યા. તે લિન્ટાસ સાઉથ એશિયાના રિજનલ કો-ઓર્ડિનેટર પણ બન્યા હતા. તેઓ ભારતીય જાહેરાત જગતના બ્રાન્ડ ફાધર તરીકે ઓળખાતા હતા. તેમણે ૧૦૦ બ્રાન્ડ બનાવી છે. આંતરરાષ્ટ્રીય ક્લીઓ હૉલ ઑફ  ફેમમાં (જાહેરાત જગતના ઑસ્કાર) સ્થાન પામનાર તે એકમાત્ર ભારતીય છે. તેઓ લંડન ઈન્સ્ટીટ્યુટ ઑફ કોર્પોરેટ ટ્રેનિંગના ચેરમેન છે. જાહેરાત જગત પર તેમણે લખેલ પુસ્તક અ ડબલ લાઈફ: માય એક્સાઈટીંગ ઇયર્સ ઇન થીએટર્સ એન્ડ એડવર્ટાઈઝીંગ બિઝનેસ સ્કુલમાં શીખવાડાય છે.

તેમણે જાહેરાત જગતના અનેક યાદગાર પાત્રો બનાવ્યા છે, જેમ કે સર્ફના લલિતાજી, ચેરી બ્લોસમ શૂ પોલીશના ચેરી ચાર્લી, એમ આર એફ ટાયરનો સ્નાયુબદ્ધ પુરુષ, કામસૂત્રનું યુગલ, ધોધમાં નહાતી લિરીલ કન્યા, હમારા બજાજ, ટીવી ડીટેક્ટિવ કરમચંદ, ફેર એન્ડ હેન્ડસમ બ્રાન્ડ વગેરે. હાલમાં તેમણે આતંકવાદ સામે ફતવાનો વિચાર વહેતો મુક્યો જેને દેઓબન્દ ઉલૂમના મુફ્તીએ જાહેર કર્યો. તેમણે બાયો ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ સાથે એઇડ્સની રોકથામ સંબંધે પણ કાર્ય કર્યું હતું.

નાટ્ય જગત[ફેરફાર કરો]

તેમણે અંગ્રેજી રંગભૂમિના ત્રણ નાટકોનું નિર્માણ કર્યું છે. એવિટા, જીસસ ક્રાઈસ્ટ સુપરસ્ટાર, તગલક, અને બ્રોકન ઈમેજીસ એ તેમના નાટકો છે. બ્રોકન ઈમેજીસને ૨૦૧૧માં બિશિંગ્ટનના કેનેડી સેન્ટર તરફથી આમંત્રણ મળ્યું હતું[૧૧] સંગીત નાટક અકાદમીએ તેમને તેમના યોગદાન માટે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો હતો. તેમને રવિન્દ્ર ટાગોર રત્ન પુરસ્કાર પણ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રિચાર્ડ એટેનબોરોની અંગ્રેજી ફિલ્મ ગાંધીમાં મહમદ અલી જીન્નાના પાત્ર ભજવવા માટે તેઓ જાણીતા છે.

પુરસ્કારો[ફેરફાર કરો]

 • ઈ.સ. ૨૦૦૦ માં તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો.[૧૨]
 • એડાવર્ટાઈઝિંગ ક્લબ ઑફ મુંબઈ - ઍડવર્ટાઝિંગ મેન ઓફ સેંચુરી
 • રવિન્દ્ર ટાગોર રત્ન.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Alyque Padamsee - ad guru, theatre personality, actor and philanthropist, passes away at 90". Times Now News. 17 November 2018. મેળવેલ 17 November 2018.
 2. Singh, Sangeetha (9 November 2002). "The Alyque Padamsee brand of life". Times of India. મેળવેલ 9 February 2010.
 3. Roy Mitra, Indrani (4 October 2006). "'A great ad is an ad that generates great sales'". Rediff. મૂળ માંથી 22 January 2010 પર સંગ્રહિત. મેળવેલ 9 February 2010.
 4. SenGupta, Anuradha (3 August 2008). "Being Alyque Padamsee: India's dream merchant". CNN-IBN. મૂળ માંથી 25 January 2010 પર સંગ્રહિત. મેળવેલ 9 February 2010.
 5. "Akbar Padamsee Biography". www.akbarpadamsee.net. મેળવેલ 1 July 2016.
 6. "The last great moderns: Akbar Padamsee". Mint (newspaper). 13 January 2012.
 7. "The Alyque Padamsee brand of life". The Times of India. મેળવેલ 23 January 2015. I was born into riches: Ours was a Kutchi business family. My father, Jafferseth, owned 10 buildings and also ran a glassware and furniture business. My mother, Kulsumbai Padamsee, was a housewife. Anything I wanted was there for the asking. We were eight children in all but I, being born after three daughters, was pampered most. Among Gujarati families, it was only the Padamsees and the royal house of Rajpipla. At school, I learnt to speak in English. Later, our parents learnt the language from us. All that I am today is because of what I learnt at school. Miss Murphy, who ran the school, was an inspirational figure for me.
 8. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-12-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-31.
 9. https://www.youtube.com/watch?v=GkdpIMfEZS0&feature=youtu.be&t=42m58s
 10. "Pathbreakers: Rael Padamsee". Hindustan Times. 8 March 2006. મૂળ માંથી 19 ઑગસ્ટ 2007 પર સંગ્રહિત. મેળવેલ 31 માર્ચ 2018. Check date values in: |archive-date= (મદદ)
 11. http://www.kennedy-center.org/calendar/event/XLIFU
 12. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.