અલ્ટીમીટર (ઊંચાઈમાપક)

વિકિપીડિયામાંથી
એક જાતનું ત્રણ કાંટાવાળું ઊંચાઈમાપક ઉપકરણ, જે વિમાનની ઊંચાઈ ૧૦,૧૮૦ ફૂટ જેટલી દર્શાવે છે.

અલ્ટીમીટર (ઊંચાઈમાપક) (तुंगतामापी) (Altimeter) એ દરિયાની સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ માપવા માટેનું ઉપકરણ છે. સૌથી સામાન્ય પ્રકારનું ઉપકરણ ચિન્હિત (calibrated), શુષ્ક દાબમાપક (Aneroid Barometer) હોય છે, જેમાં માપક (scale)નું આંકન એ પ્રકારે કરવામાં આવે છે કે જુદાં જુદાં સ્થળો પરનાં દબાણ તેમ જ દબાણના તફાવતને ચોક્કસ ઊંચાઈના સ્વરૂપમાં દર્શાવી શકે. તાપમાન તથા સ્થાનિક વાયુ-દબાણને કારણે ઉદ્‌ભવતી ત્રુટિઓનું શુદ્ધિકરણ કરી આ ઉપકરણ દ્વારા વિમાન વગેરેની ઊંચાઈ જાણી શકાય છે. આ સાથે આ ઉપકરણ વડે અવરોહણ-મથકની ઊંચાઈ પણ જાણી શકાય છે. અન્ય પ્રકારના ઉપકરણને ભુપૃષ્ઠ નિર્વાધિકા સૂચક (Terrain Clearance Indicator) કહેવાય છે, જેમાં રેડિયો તરંગો (radio waves)ના ફેરફાર દ્વારા ધ્વનિ અને પ્રતિધ્વનિમાં થતી સમય-અવધિ વડે વિભિન્ન સ્થળોની ઊંચાઈ જાણી શકાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]