અશોક કુમાર
અશોક કુમાર | |
---|---|
જન્મની વિગત | કુમુદલાલ ગાંગુલી 13 October 1911 |
મૃત્યુ | 10 December 2001 મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત | (ઉંમર 90)
અન્ય નામો | સંજય અશોક કુમાર દાદામુનિ કુમુદલાલ ગાંગુલી |
વ્યવસાય | અભિનેતા, ચિત્રકાર, ગાયક |
સક્રિય વર્ષો | ૧૯૩૪–૧૯૯૭ |
જીવનસાથી | શોભા દેવી(૧૯૩૫-૧૯૮૫) |
સંતાનો | ૪ |
સંબંધીઓ | કિશોર કુમાર અનુપ કુમાર |
પુરસ્કારો |
|
સન્માનો |
અશોક કુમાર (૧૩ ઓક્ટોબર ૧૯૧૧ – ૧૦ ડિસેમ્બર ૨૦૦૧), જન્મે કુમુદલાલ ગાંગુલી, અને દાદામુનિ તરીકે જાણીતા, ભારતીય ચલચિત્ર અભિનેતા હતા, જેમણે ભારતીય સિનેમા જગતમાં મહત્વનું સ્થાન મેળવ્યું હતું. તેમને ૧૯૮૮માં દાદાસાહેબ ફાળકે પુસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમને ચલચિત્ર જગતમાં યોગદાન માટે પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. તેઓ ભારતીય સિનેમા જગતના સૌથી શ્રેષ્ઠ અભિનેતામાંના એક ગણાય છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ બિહારના ભાગલપુર શહેરમાં ૧૩ ઓક્ટોબર ૧૯૧૧ ના રોજ એક મધ્યમ વર્ગીય બંગાળી પરીવારમાં થયો હતો.[૧] તેમના પિતા કુંજલાલ ગાંગુલી વકીલ હતા અને માતા ગૌરી દેવી ગૃહિણી હતા. કુમુદલાલ તેમના ચાર ભાઇ-બહેનમાં સૌથી મોટા હતા. તેમની બહેન સતી દેવી તેમનાથી થોડા વર્ષ નાની હતી અને બહુ નાની ઉંમરે તેણે સાશધર મુર્ખજી જોડે લગ્ન કર્યા હતા અને મુખર્જી-સમર્થ કુટુંબના માતૃવડા તરીકે જાણીતા બન્યા હતા. તેમના નાના ભાઇ અનૂપ કુમાર (જન્મે: કલ્યાણ) ૧૪ વર્ષ નાના હતા. તેમના સૌથી નાના ભાઇ કિશોર કુમાર (જન્મે: આભાસ) અત્યંત જાણીતા ગાયક અને અભિનેતા હતા. કુટુંબના બધાં ભાઇઓમાં અશોક કુમાર સૌથી વધુ જીવ્યા હતા. જોકે તેમણે પોતાના જ જન્મ દિવસે કિશોર કુમારનું મૃત્યુ (ઇ.સ. ૧૯૮૭) થતા પોતાનો જન્મ દિવસ ઉજવવાનો બંધ કરી દીધું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ashok Kumar: Lesser Known Facts – The Times of India". The Times of India. મેળવેલ 27 March 2018.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |