લખાણ પર જાઓ

આંતલીયા

વિકિપીડિયામાંથી
આંતલીયા
—  ગામ  —
આંતલીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′03″N 72°59′11″E / 20.75089°N 72.98625°E / 20.75089; 72.98625
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
વસ્તી ૪,૯૮૯ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

આંતલીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે.

અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, પંચાયતઘર, સ્મશાન, વગેરે જેવી પાયાની સુવિધાઓ ઉપરાંત અડીને આવેલા બીલીમોરા નગરને કારણે અહીં ઔદ્યોગિક તાલિમ સંસ્થા, વિજ્ઞાન, વાણિજ્ય અને વિનયન શાખાનાં મહાવિદ્યાલયોમાં આગળ અભ્યાસની તકો પણ ઘર આંગણે મળે છે.

આંતલીયાની આજુબાજુ ઉંડાચ, ઘેકટી, ધકવાડા, નાંદરખા જેવાં ગામો આવેલાં છે. ગામની દક્ષિણ બાજુએથી કાવેરી નદી પસાર થાય છે. ૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર આંતલીયાની કુલ વસ્તી ૪૯૮૯ છે. જે પૈકી પુરુષો ૫૪% અને સ્ત્રીઓ ૪૬% છે. આંતલિયા ગામનો ભણતર દર સરેરાશ ૭૬% છે, જે ભારતના સરેરાશ ભણતર દર ૫૯.૫% કરતાં વધારે છે; જે પૈકી ૫૯% પુરુષો અને ૪૧% સ્ત્રીઓ છે. ૧૦% વસ્તી ૬ વર્ષથી નીચેની વય ધરાવે છે.

શિક્ષણ સંસ્થાઓ

[ફેરફાર કરો]
  • વાણીયા મીલ હાઇસ્કૂલ, આંતલીયા
  • અસ્પી કન્યા વિદ્યાલય, આંતલીયા