આંબાબારી

વિકિપીડિયામાંથી
આંબાબારી
—  ગામ  —
આંબાબારીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા


આંબાબારી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. આંબાબારી ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, તુવર તથા શાકભાજીની ખેતી કરવામાં આવે છે.

વાંસદાથી વઘઇ જતાં રાજ્ય ધોરી માર્ગ નં.૧૪ પર વાંસદાથી આશરે ૮ કિલોમિટરના અંતરે આ ગામ આવેલું છે. અહીં રાજ્ય સરકારના વન વિકાસ નિગમ હસ્તકનું લાકડાં પર વિવિધ પ્રક્રિયા કરવાનું તેમ જ રાચરચીલું (ફર્નીચર) તૈયાર કરવા માટેનું કેન્દ્ર વનીલ ઉદ્યોગ પણ આવેલું છે.

અહીંના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.