લખાણ પર જાઓ

આંબા ઘાટ

વિકિપીડિયામાંથી
આંબા ઘાટ
આંબા ઘાટ નજીક થી પસાર થતું એક ઝરણું
સ્થાનમહારાષ્ટ્ર, ભારત
પર્વતમાળાસહ્યાદ્રી

આંબા ઘાટ (અંગ્રેજી: Amba Ghat) એ એક ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં પર્વત પરથી પસાર થતો સડક-માર્ગ (NH 204) છે, જે રત્નાગિરિ ને કોલ્હાપુર સાથે જોડે છે.

આ માર્ગ દરિયાઈ સપાટીથી ૨૦૦૦ ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલ છે[]. આ ઘાટ સહ્યાદ્રિ પર્વતમાળા (પશ્ચિમ ઘાટ)ના ક્ષેત્રમાં આવેલ છે અને તેનું પર્વતીય ભૂપૃષ્ઠ મનોહર ભાસે છે. અહીંનું વાતાવરણ આહ્લાદક હોય છે. આ ઘાટ કોલ્હાપુર જિલ્લાના શાહુવાડી નજીક આવેલ છે.[] પવનખીન્ડ, વિશાલગઢ કિલ્લો અને રેહાન બાબા દરગાહ અહીં નજીકના જોવાલાયક સ્થળો છે. કોલ્હાપુર તરફ આવતા પ્રવાસીઓમાં સાપ્તાહિક રજાઓમાં ફરવા માટે અનુકૂળ પર્યટન-સ્થળ છે.

આ વિસ્તાર પેરાગ્લાઇડીંગની રમત માટે અનુકૂળ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Amba Ghat
  2. "Pray for more dhoop, this Diwali". The Times of India. ૧૯ ઓક્ટોબર ૨૦૦૯. મૂળ માંથી 2014-01-11 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-14.
  3. "20 armymen to paraglide from Kamshet to Ratnagiri". The Times of India. ૧૦ નવેમ્બર ૨૦૦૯. મૂળ માંથી 2013-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-14.