આઈ ટી સી ગ્રાંડ ચોલા હોટલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આઈ ટી સી ગ્રાંડ ચોલા હોટલ

ધ આઈ ટી સી ગ્રાંડ ચોલા હોટલ, ચેન્નાઇની એક વિશેષ વૈભવશાળી અને ફાઈવ સ્ટાર હોટલ છે. મુંબઈમાં આવેલી “હોટલ રીનેસંસ અને હોટલ ગ્રાંડ હયાત” પછીની આ ભારતની ત્રીજા ક્રમની વિશાળ હોટલ છે.[૧] આ હોટલને “લક્ઝરી કલેક્શન” નું બિરુદ પ્રાપ્ત છે. જે ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ગ્રુપ સ્ટારવુડ હોટલ દ્વારા આપવામાં આવતું એક બિરુદ છે.[૨] આ હોટલ ઉપરોક્ત ગ્રુપની નવમાં નંબરની “લક્ઝરી કલેક્શન” હોટલ છે.આ હોટલ સંપૂર્ણપણે ભારતની એકમાત્ર સૌથી વિશાળ હોટલ છે કારણ, આ હોટલ ૧૬,૦૦,૦૦૦ ચોરસ ફૂટપર બનેલી છે.[૩] જેના નિર્માણ માટે ભારત પ્રમાણે ૧૨૦૦૦ મિલિયન રૂપિયાનો ખર્ચ થયો હતો.

ઈતિહાસ[ફેરફાર કરો]

આઈટીસીએ મદ્રાસ (ચેન્નાઈ)માં ધ ચોલા શેરેટોન નામની પ્રથમ હોટલની સાથે તેઓની હોટલ વિભાગની શરૂઆત કરી, જે હાલમાં “માય ફોર્ચુય્ન” ના નામથી ઓળખાય છે. ૨૦૦૦ની સાલમાં આઈટીસી હોટલના ગ્રુપે અન્ના સલાઈ પર કેમ્પા કોલા કેમ્પસમાં ૮૦૦ મિલિયન રૂપિયાને ખર્ચે ૮ એકર જમીન ખરીદી. ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ મિલિયન ભારતીય મુદ્રાના પ્રારંભિક ખર્ચા સાથે આ હોટલના નિર્માણની યોજના ઘડવામાં આવી હતી. આ હોટલનું ઉદ્ઘાટન ૧૫ સપ્ટેંબર ૨૦૧૨ ના રોજ તમિલનાડુના મુખ્ય મંત્રી શ્રીમતી જયલલિતાના હસ્તે કરવામાં આવ્યું હતું.[૪] જેના નિર્માણમાં ૧૨,૦૦૦ મિલિયન ભારતીય રૂપિયા લાગ્યા છે.

શિલ્પકામ[ફેરફાર કરો]

આ હોટલનું નિર્માણ દક્ષિણ ભારતના મંદિરોના શિલ્પકામોને આધાર રાખીને કરવામાં આવેલું છે તથા બિલકુલ મંદિરોની જેમ જ આમાં પણ ચાર પ્રવેશ દ્વાર રાખવામાં આવેલા છે, જેના નામ આ પ્રમાણે છે:

  1. બાલવાન,
  2. સેમ્બિયાન,
  3. કિલ્લી અને
  4. ગ્રાંડ ચોલા


આ હોટલના સ્થાપત્યને ૪૬૨ થાંભલા દ્વારા મજબૂત બનાવવામાં આવ્યું છે. જેમાંથી મોટા ભાગના થાંભલાઓમાં હસ્ત-કલા દ્વારા કોતરણી કરવામાં આવેલી છે જેની પ્રતીતિ તન્જાવુંરના વીર ભદ્રેશ્વર મંદિરમાં જોવા મળે છે. હોટલમાં એક મિલિયન ચોરસ ફૂટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પથ્થરોની ૫૭ જાતિઓનો સમાવેશ થયેલ છે. જટિલ પથ્થરોનું કામ મમાલ્લાપુરમના ૪૦૦૦ થી પણ વધારે કારીગરો દ્વારા કરવામાં આવેલું છે.

હરિત (પ્રકૃતિરૂપી) લક્ષણ[ફેરફાર કરો]

હોટલે પોતાની મિલકત પર પૂર્વ બાંધકામના તબ્બકામાં વૃક્ષોને કાપવાનું ટાળ્યું હતું.

સગવડ[ફેરફાર કરો]

હોટલના કુલ ૬૦૦ રૂમોમાંથી ૫૨૨ રૂમ છે તથા ૭૮ સગવડીય સ્થળો છે. આ રૂમોમાં ૩૨૬ વિશેષ કલબને લગતા ખંડ છે, ૩૧ ઈવા ખંડ, ૧૩૨ ટાવર ખંડ, ૪૮ આર ટી સી વન ખંડ તથા ૧૪ ડીલક્ષ સુઈટસ વિગેરેનો સમાવેશ થયેલ છે. ૬૧૫ ચોરસ ફૂટમાં વિસ્તૃત ટાવર ખંડ માટે વિશેષ પ્રવેશ છે, જે પ્રથમ માળથી સાતમાં માળ સુધી ફેલાયેલા છે. ૪૦૫ ચોરસ ફૂટમાં ફેલાયેલા વિશેષ કલબ ખંડ બીજા માળથી ૧૦ માળ સુધી પહેલી વિંગ માં છે. હોટલમાં ભોજનાલય પણ છે જેમાં ઘણી પ્રકારની વેરાયટીનો સમાવેશ છે; પેશાવરી, રોયલ વેજ, મદ્રાસ પેવેલિયન, કૈફે મેર્કરા વિગેરે.[૫]હોટલમાં આઉટ્પુટ પુલની સુવિધા ત્રણે વિંગ્સમાં કરવામાં આવેલી છે તથા ખરીદી કરવા માટે શોપિંગ વિસ્તાર પણ છે. હોટલ માં ત્રણ સ્વીમિંગપુલ પણ છે.

વ્યવસાયિક સગવડોમાં રેસ્ટોરન્ટ, હેલ્થ સ્પા, ૩૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભોજન સમારંભની વિશાળ જગ્યા પણ છે જેમાં ૬૦૦ સુધી મહેમાનોનો સમાવેશ થઇ શકે છે. આ ઉપરાંત, એક પ્રદર્શન સ્થળ, એક ૨૬૨૫ ફૂલમાં ઓડીટોરીયમ, ૪ મીટીંગ ખંડ, એક પ્રાઇવેટ મલ્ટીપ્લેક્સ પણ છે જેમાં ૧૦૦ લોકોનો સમાવેશ થઇ શકે છે. ઉપરાંત, ૧૦૦૦ ગાડીયો માટેની પાર્કિંગ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. શરૂઆતમાં, હોટલે ધાબા ઉપર એક હેલિપેડ બનાવવાનું પણ વિચાર્યું હતું પરંતુ પાછળથી તેને માન્ય રખાયું નહિ.[૫]

પુરસ્કારો અને મૂલ્યાંકન[ફેરફાર કરો]

ફેબ્રુઆરી ૨૦૧૩ માં હોટલને ફાઈવ સ્ટાર ગૃહ મૂલ્યાંકન મળ્યું હતું. જે મૂલ્યાંકન પ્રકૃતિ સહયોગી ઈમારતો ને મળતાં મૂલ્યાંકનોમાં સૌથી વધારે છે. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ના હસ્તે પવામાં આવ્યો હતો. એસોસિએશન ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓફ સસ્ટીનેબ્લ હેબીટેત્સ દ્વારા દેશમાં સર્વપ્રથમ આ હોટલને ફાઈવ સ્ટાર રેટિંગ પ્રદાન કરવામાં આવી. તદુપરાંત આ હોટલને પોતાના બે રેસ્ટોરન્ટ માટે ટાઇમ ફૂડ ગાઈડ નામના પુરસ્કાર પણ મળી ચુક્યા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ITC flags off world's largest green hotel". ધ હિન્દુ (ચેન્નાઈ: ધ હિન્દુ). ૧૬ એપ્રિલ ૨૦૧૨. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૨.
  2. "ITC's 600-room Chennai hotel to open doors by end 2011". ધ હિન્દુ. આઈટીસી હોટલ્સ. ૧૨ જાન્યુઆરી ૨૦૧૧. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૨.
  3. "The Grand Chola Scheme Of Things". એક્ઝીક્યુટીવ ટ્રાવેલર (એક્ઝેક- એક્ઝીક્યુટીવ ટ્રાવેલર). મેળવેલ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨. |first= missing |last= (મદદ)
  4. "ITC Hotels to open Grand Chola in Chennai". વલ્ડ ઇન્ટીરીઅર ડીઝાઇન નેટવર્ક (ડબ્લ્યુઆઈડીએન). ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૧. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૨. |first= missing |last= (મદદ)
  5. "આઈ ટી સી ગ્રાંડ ચોલા હોટલ". ચ્લેઅરટ્રીપ દોટ કોમ.