આકાશવાણી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ભારતમાં ૧૮૭ રેડિયો સ્ટેશનો અને ૧૮૦ રેડિયો ટ્રાન્સમીટરો છે. આકાશવાણી દ્વારા દેશમાં ૮૩ ટકા ભૌગોલિક વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે અને દેશની ૯૬ ટકા કરતા વધુ જનસંખ્યા તેનો લાભ લે છે.

વિવિધ પ્રકારના રસ-રુચીને પોષક કાર્યક્રમ "વિવિધ ભારતી"ને નામે બે લાઘુતરંગ (શોર્ટ-વેવ) ટ્રાન્સમીટરો સહીત એકસાથે ૪૫ મથકોથી પ્રસારિત થાય છે. રેડિયો પર જાહેરાત સેવાનો પ્રારંભ ૧ નવેમ્બર,૧૯૬૭ થી મુંબઈ,નાગપુર,પુણે કેન્દ્ર પરથી પ્રાયોગિક ધોરણે શરુ થયો હતો.આજે વિવિધ ભારતી ૬૦ કરતા વધુ કેન્દ્ર પરથી પ્રસારિત થાય છે.

ભારતમાં રેડિયો વન,રેડિયો મિર્ચી,રેડ એફ એમ,માય એફ એમ,રેડિયો સીટી વગેરે જેવા ખાનગી પ્રસારણોનો લાભ જનતાને મળે છે.