આચ્છાદિત રેબેકા
આચ્છાદિત રેબેકા અથવા ધ વેઇલ્ડ રેબેકા એ ૧૯મી સદીનું શિલ્પ છે જે શિલ્પકાર જીઓવાન્ની મારિયા બેન્ઝોની દ્વારા ઇટાલિયન નિયોક્લાસિકલ શૈલીમાં આરસપહાણમાંથી કોતરવામાં આવ્યું છે. આ શિલ્પને અનેક રેકોર્ડમાં "ધ વેઈલ્ડ લેડી" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રેબેકાની બાઈબલની આકૃતિને આરસપહાણના શિખર પર મૂકેલી દર્શાવે છે. [૧]
મૂળરૂપે બેન્ઝોની દ્વારા બે અલગ અલગ કદમાં શિલ્પની ઘણી નકલો બનાવવામાં આવી હતી. હાલમાં, પાંચ શિલ્પોનું સ્થાન ઓળખવામાં આવ્યું છે - એક, એટલાન્ટા, જ્યોર્જિયામાં હાઇ મ્યુઝિયમ ઓફ આર્ટ. જે કેટલોગમાં ધ વેઈલ્ડ રેબેકા તરીકે સૂચિબદ્ધ છે અને ૧૮૬૪ની સાલ દર્શાવે છે. [૨] બીજું, બર્કશાયર મ્યુઝિયમ, પિટ્સફિલ્ડ, મેસેચ્યુસેટ્સ જેની સાલ આશરે ૧૮૬૬ની છે.[૩] ત્રીજું, ડેટ્રોઇટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, ડેટ્રોઇટ, મિશિગન ખાતે આવેલું નાનું સંસ્કરણ (૧૧૩ સે.મી. ઊંચું) કેટલોગમાં ધ વેઈલ્ડ લેડી તરીકે સૂચિબદ્ધ છે અને ૧૮૭૨ની સાલ ધરાવે છે.[૪] ચોથું, સાલાર જંગ મ્યુઝિયમ, હૈદરાબાદ, ભારતમાં ૧૮૭૬ની સાલમાં આવેલું સંસ્કરણ (બેન્ઝોનીના મૃત્યુના ત્રણ વર્ષ પછી). [૫] પાંચમું, સીડરહર્સ્ટ સેન્ટર ફોર ધ આર્ટ્સ, માઉન્ટ વર્નોન, ઇલિનોઇસ ખાતે.[૬]
૧૯મી સદીની એક અંગ્રેજી કલા પત્રિકામાં આ પ્રતિમાનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું હતું: "ફેશનેબલ રોમન શિલ્પકાર બેન્ઝોની, જેના સ્ટુડિયોની મુલાકાત ઘણા મુગટ પહેરેલાં માથાઓ દ્વારા લેવામાં આવી છે, તેના શોરૂમના સ્યુટમાં પ્રદર્શનો, તેની ડાયનાની વિવિધ કદની અનેક પ્રતિકૃતિઓ, આઇઝેક સાથેની મુલાકાત પહેલાં તેની આચ્છાદિત રેબેકા, 'ફોર સીઝન્સ', વગેરે." [૭]
વર્ણન
[ફેરફાર કરો]બેન્ઝોનીએ ૧૮૬૩માં લંડનના રોબર્ટ હેનરી વિંટી માટે આ કૃતિનું મુખ્ય સંસ્કરણ બનાવ્યું. [૮] આ શિલ્પ બાઇબલના ઑલ્ડ ટેસ્ટામેન્ટના એક દૃશ્યને દર્શાવે છે, જ્યાં રેબેકા પહેલી વાર તેના પતિ આઇઝેક પર નજર નાખે છે. [૯] રેબેકાનું માથું નીચું છે અને તેની નજર નીચી છે કારણ કે તે પોતાનો ઘૂંઘટ સુરક્ષિત કરે છે જે નમ્રતા દર્શાવે છે. જોકે તેનો બીજો હાથ સ્વાગતના સંકેતમાં આંશિક રીતે ખુલે છે. [૧૦] ઝાલરવાળો પડદો તેના ચહેરા, માથા અને ખભા પર તથા તેના પગ પર અસમાન રીતે લટકતો હતો. તેણીનો અર્ધપારદર્શક પોશાક તેના શરીરની રૂપરેખાને વધુ પ્રદર્શિત કરે છે. બેન્ઝોનીની કારીગરી દ્વારા બનાવેલ પારદર્શક પડદા અને ચોંટી રહેલ ડ્રેસનો ભ્રમ આ શિલ્પનાં સૌથી નોંધપાત્ર અને કુશળ પાસાં છે. [૧૧]
ઈતિહાસ
[ફેરફાર કરો]ડેટ્રોઇટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, ડેટ્રોઇટ મિશિગનના બુલેટિનની નોંધ મુજબ,આ રચનાનાં ૩૭ સંસ્કરણો બે કદમાં બનાવવામાં આવ્યાં હતાં [૧૨] જ્યારે એલિસન લી પામર દ્વારા લખાયેલ હિસ્ટોરિકલ ડિક્શનરી ઓફ નિયોક્લાસિકલ આર્ટ એન્ડ આર્કિટેક્ચર જણાવે છે કે શિલ્પની પાંચ નકલો છે. [૧૩] એલિસન લી પામર દ્વારા ઉલ્લેખિત પાંચ મૂર્તિઓના સ્થાનનો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાલારજંગ પ્રથમ મીર તુરાબ અલી ખાન બહાદુરે રોમમાં ઇટલીની યાત્રા દરમિયાન આ શિલ્પ મેળવ્યું હતું. આ જ મુલાકાત દરમિયાન તેમણે પ્રખ્યાત લાકડાનાં શિલ્પ મેફિસ્ટોફિલ્સ અને માર્ગારેટા પણ મેળવ્યાં. બુરખાધારી રેબેકા મૂળ હૈદરાબાદની દિવાન દેવડીની અંદરના ચીની ખાનામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ચીની ખાના એક અનોખો ઓરડો હતો, જ્યાં બધી દિવાલો પ્રાચીન ચાઇનીઝ પ્લેટો, કપ, રકાબી અને ચાંદીની પ્લેટોથી ઢંકાયેલી હતી જે છાજલીઓમાં પ્રદર્શિત કરવામાં આવતી હતી. [૧૪] ૧૯૫૧માં દેવડીને સાલારજંગ મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવી અને શિલ્પ તેની મૂળ સ્થિતિમાં ઊભું રહ્યું. પરંતુ ૧૯૬૮માં, તેને નવા સાલારજંગ મ્યુઝિયમમાં ખસેડવામાં આવ્યું અને વર્ષોથી દીવાન દેવડીને ધીમે ધીમે તોડી પાડવામાં આવી.
નોંધો
[ફેરફાર કરો]- ↑ Darr, Alan P.; Roney, Lara Lea (2020-01-01). "The Reach of Antonio Canova's "Angelic Hand": A New Acquisition and Reflections of Canova's Legacy in European Neoclassical Sculpture". Bulletin of the Detroit Institute of Arts (અંગ્રેજીમાં). 94 (1): 74–91. doi:10.1086/714902. ISSN 0011-9636.
{{cite journal}}
: Check date values in:|date=
(મદદ) - ↑ "The Veiled Rebekah". High Museum of Art. મેળવેલ 2019-10-01.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Sculpture". Bershire Museum. મૂળ માંથી December 7, 2011 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-01.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "The Veiled Lady". Detroit Institute of Arts. મેળવેલ 2019-10-01.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Veiled Rebekah". Museums of India. મેળવેલ 2019-10-01.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Creativity redefined: Founders of Cedarhurst Center for the Arts bestowed an appreciation of fine art". Life & Style in Southern Illinois. મેળવેલ 2019-10-01.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ MH 1872.
- ↑ "The Veiled Lady". Detroit Institute of Arts. મેળવેલ 2019-10-01.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Sculpture". Bershire Museum. મૂળ માંથી December 7, 2011 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-01.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Veiled Rebekah". Museums of India. મેળવેલ 2019-10-01.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Creativity redefined: Founders of Cedarhurst Center for the Arts bestowed an appreciation of fine art". Life & Style in Southern Illinois. મેળવેલ 2019-10-01.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Darr, Alan P.; Roney, Lara Lea (2020-01-01). "The Reach of Antonio Canova's "Angelic Hand": A New Acquisition and Reflections of Canova's Legacy in European Neoclassical Sculpture". Bulletin of the Detroit Institute of Arts (અંગ્રેજીમાં). 94 (1): 74–91. doi:10.1086/714902. ISSN 0011-9636.
{{cite journal}}
: Check date values in:|date=
(મદદ) - ↑ Palmer, Allison Lee (2020-05-15). Historical Dictionary of Neoclassical Art and Architecture (અંગ્રેજીમાં). Rowman & Littlefield. ISBN 978-1-5381-3359-0.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ Dadabhoy, Bakhtiar K. (2019-12-13). The Magnificent Diwan: The Life and Times of Sir Salar Jung I (અંગ્રેજીમાં). Penguin Random House India Private Limited. ISBN 978-93-5305-677-3.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ)
સંદર્ભ
[ફેરફાર કરો]- MH (1872). "Art in Rome, 1872". The Art-Journal. 34. London: George Virtue: 131–132. મેળવેલ 2019-10-01.
{{cite journal}}
: Check date values in:|access-date=
(મદદ) - Petrucci, Francesco, સંપાદક (2005). Papi In Posa: 500 Years of Papal Portraiture. Gangemi Editore. ISBN 8849208766.