લખાણ પર જાઓ

આદ્ય રંગાચાર્ય

વિકિપીડિયામાંથી

આદ્ય રંગાચાર્ય (૨૬ સપ્ટેમ્બર ૧૯૦૪ - ૧૭ ઑક્ટોબર ૧૯૮૪), જેઓ તેમના ઉપનામ શ્રીરંગ થી પણ જાણીતા છે ભારતીય કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક હતા. તેમને ૧૯૭૨માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો.

આદ્ય રંગાચાર્યનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૦૪ના રોજ હાલના કર્ણાટક રાજ્યના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. તેમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા (School of Oriental Studies) માં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. ત્યારબાદ, તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં, આકાશવાણીના નાટ્યવિભાગમાં, તેમજ કાલિદાસ એકૅડેમીના નિયામક તરીકે પણ કાર્યરત રહ્યા. ૧૯૫૫માં તેઓ કન્નડ સાહિત્ય સંમેલનના પ્રમુખ બન્યા હતા.[]

તેમનું અવસાન ૧૭ ઑક્ટોબર ૧૯૮૪ના રોજ બૅંગાલુરુ, કર્ણાટકમાં થયું હતું.[]

તેમણે નાટકો, એકાંકીઓ, નવલકથાઓ અને અન્ય કૃતિઓ લખી છે.[]

નાટકો અને એકાંકીઓ

[ફેરફાર કરો]

આદ્ય રંગાચાર્યએ ૪૦ લાંબા નાટકો અને લગભગ ૧૦૦ એકાંકીઓ લખ્યા હતા જે તમામ નાટકો રંગમંચ પર તેમના દિગ્દર્શન હેઠળ ભજવાયા હતા.[]

નાટ્યકાર તરીકેના તેમના પૂર્વાર્ધ સમયમાં સામાજિક પ્રશ્નોને હળવી રીતે દર્શાવતા નાટકો રજૂ કર્યા. આ સમયગાળો ઉદર વૈરાગ્ય (૧૯૩૦) થી શોકચક્ર (૧૯૫૨) સુધીનો ગણાય છે જેમાં હરિજન્વાર (૧૯૩૩), સંધ્યાકળા (૧૯૩૯) અને શોકચક્ર (૧૯૫૨) સૌથી સારા ગણાય છે.[]

ઉત્તરાર્ધ સમયમાં લખેલા નાટકોમાં કલ્પના અને પ્રતીકોને પ્રાધાન્ય અપાયું છે અને તે સાહિત્ય કરતા રંગમંચને ધ્યાનમાં રાખી લખાયા હતા. આ નાટકોમાં નવી શૈલી અને નવી આગવી નાટ્યવસ્તુઓ જોવા મળે છે. આ સમયગાળાના રંગ ભારત (૧૯૬૫) અને સ્વર્ગક્કે મૂરે બગિબુ (૧૯૭૦) શ્રેષ્ઠ ગણાય છે. તેમના ત્તાળેબેળાકુ’૧(૯૫૯ )અને ‘ેળુજનમેજય’૧(૯૫૯ )કન્નડ નાટ્યસાહિત્યમાં નોંધપાત્ર નાટકો ગણાય છે.[]

નવલકથાઓ

[ફેરફાર કરો]
  • વિશ્વામિત્રનાસિષ્ટિ (૧૯૩૪)[]
  • પુરુષાર્થ (૧૯૪૭)
  • પ્રકૃતિપુરુષ (૧૯૫૪)
  • અનાદિ અનન્ત (૧૯૫૯)

અન્ય કૃતિઓ

[ફેરફાર કરો]
  • કાલિદાસ, વિવેચન[]
  • ગીતાગાંભીર્ય (૧૯૪૧) અને ગીતાદર્પણ (૧૯૭૨), ભગવદ્ ગીતા પરના ચિંતનગ્રંથો[]

સન્માન

[ફેરફાર કરો]

અંગત જીવન

[ફેરફાર કરો]

તેમના પત્ની શારદા (મૃત્યુ 2002) પણ લેખક હતા. તેમની દીકરીઓ શશી દેશપાંડે લેખક છે જ્યારે ઉષા દેસાઈ ન્યુરોસર્જન છે. શારદા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વાય. વી. ચંદ્રચૂડના બહેન હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પાર્વતી, એચ. એસ. "આદ્ય રંગાચાર્ય". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2025-08-16. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: url-status (link)
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "Sharada Adya Rangacharya dead". The Times of India. 2002-01-07. ISSN 0971-8257. મેળવેલ 2025-08-16. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]