આધારાનંદ સ્વામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આધારાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હતા જેઓ ચિત્રકાર અને કવિ હતા. તેઓ મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. સ્વામિનારાયણના અનુયાયી ૨૦૦૦ સંતોમાં માત્ર આધારાનંદ સ્વામી જ ચિત્રકલાના જાણકાર હતા. તેમની જન્મભૂમિ ખોલડિયાદ છે. દિક્ષા લીધી તે પહેલાનું તેમનું નામ વિરજી સુથાર હતું.

તેઓએ વ્રજભાષામાં સ્વામિનારાયણના જીવન-કવન પર વિરાટ કાવ્યની રચના કરી છે જે હિન્દી સાહિત્યનું આ સૌથી મોટું કાવ્ય છે. ૨૮ પુર અને ૯૭૩૮૯ દોહ જેટલા દોહ-ચોપાઇ અને ૨૩૦૯ જેટલા સોરઠમાં લખાયેલા આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ૧૨ ભાગમાં પ્રકાશિત થયુ છે. આ ગ્રંથનું પ્રકાશન ગાંધીનગર ગુરુકુલના સંત જ્ઞાનપ્રકાશદાસ સ્વામીએ કર્યું છે. આ ગ્રંથના પ્રારંભના પાંચ પૂર મુલહિન્દીમાં હજારી પ્રસાદ દ્વિવેદી અને કાકા કાલેલકરના અગ્રલેખ સાથે પ્રસિદ્ધ થયેલા છે.

આધારાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં હરિપ્રિય સ્વામી, વૈકુંઠ સ્વામી. નારાયણપ્રિય સ્વામી, નંદકિશોર સ્વામી જેવા સંતો થઈ ગયા છે. હાલ એ પરંપરામાં ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા સ્વામિનારાયણની ચિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વના ગણાય છે. સ્વામિનારાયણના સમયમાં ફોટોગ્રાફી ઉપલબ્ધ ન હતી, એટલે તેમની સામે બેસીને આધારાનંદે ચિત્ર દોરેલા.