આમરણ (તા. જોડિયા)

વિકિપીડિયામાંથી
આમરણ (તા. જોડિયા)
—  ગામ  —
આમરણ (તા. જોડિયા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°41′57″N 70°18′06″E / 22.69904°N 70.301721°E / 22.69904; 70.301721
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જોડિયા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 5 metres (16 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૬૧૨__
    • ફોન કોડ • +૦૨૮૯૩
    વાહન • જીજે - ૧૦

આમરણ (તા. જોડિયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જોડિયા તાલુકામાં આવેલું એક ગામ છે. આમરણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આમરણ નવાનગર રજવાડાંના ખવાસ કુટુંબના વારસોનું નિવાસ સ્થાન હતું, જે બ્રિટિશ શાસન દરમિયાન તેમના રાજ નીચે હતું.[૧]

આમરણ પ્રાચીન નગર છે અને મુસ્લિમ પીર દાવલ શાહની દરગાહ અહીં આવેલી છે. દાવલ શાહ મહમદ બેગડાના રાજદરબારી મલિક મહમદ કુરૈશીનો પુત્ર હતો. તેમનું મૂળ નામ મલિક અબ્દ-ઉલ-લતિફ હતું પરતું તેમણે દાવર-ઉલ-મુલ્ક નામ સુલ્તાન તરફથી મેળવ્યું હતું. તેઓ આમરણના ફોજદાર હતા અને તેમણે આજુ-બાજુના રાજપૂતો પર ભારે ધાક જમાવી હતી. તેમની હત્યા ૧૫૦૯માં રાજપૂત દ્વારા થઇ હતી અને તેમને મૃત્યુ બાદ દાવલ શાહ પીર તરીકે ઓળખવામાં આવ્યા. દાવલ શબ્દ એ તેમના અપાયેલા નામ દાવર-ઉલ-મુલ્કથી અપભ્રંશ થયેલ છે. તેમની દરગાહ આજે પણ ધાર્મિક સ્થળ તરીકે મુલાકાત લેવાય છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૫૬.

આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે.: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૫૬.