આલીયા બેટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આલીયા બેટ
ટાપુ
દેશ  ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ જિલ્લો
સમુદ્ર સપાટીથી ઉંચાઇ ૫ m (૧૬ ft)
Timezone IST (UTC+૫:૩૦)

આલીયા બેટભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં આવેલ એક બેટ છે, જેનું સર્જન જમીનના ધસી પડવાથી તેમ જ કાંપ-માટીના પથરાવાને કારણે સર્જાયેલ છે. આલિયા બેટ નર્મદા નદીમાં આવેલા સુંદર બેટ પૈકીનો એક બેટ છે. ૭પ થી ૯૦ સે.મી. લંબાઈ ધરાવતા તેમ જ લાંબા હલેસા જેવા પગ ધરાવતા દરિયાઈ કાચબા આ બેટ પર ઈંડા મુકવા આવે છે. વાગરા તાલુકાનો ૧૧ માઈલ લાંબો અને ૩માઈલ પહોળો, નર્મદા નદીથી ધેરાયેલો આ બેટ તેના કુદરતી સોંદર્ય માટે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ બેટ પર વસતા લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે.[૧]

આ બેટ પર હાંસોટથી અથવા વાગરા તાલુકામાંથી હોડીમાં બેસી જઈ શકાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "કુદરતી સૌન્દર્યથી નીતરતો આલિયાબેટ". ભરૂચ જિલ્લા પંચાયત. Retrieved ૧૪ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]