આલ્બેર કેમ્યૂ

વિકિપીડિયામાંથી
(આલ્બેર કામુ થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
આલ્બેર કેમ્યૂ
Albert Camus, gagnant de prix Nobel, portrait en buste, posé au bureau, faisant face à gauche, cigarette de tabagisme.jpg
જન્મ ૭ નવેમ્બર ૧૯૧૩
Dréan
મૃત્યુ ૪ જાન્યુઆરી ૧૯૬૦
વિલેબ્લેવીન, ફ્રાન્સ
વ્યવસાય લેખક, તત્વજ્ઞાની, નવલકથાકાર, પત્રકાર, નિબંધકાર, નાટ્યકાર, પટકથાલેખક, trade unionist, ફિલોસોફર, નવલકથાકાર
ભાષા French
રાષ્ટ્રીયતા ફ્રાન્સ
નાગરિકતા ફ્રાન્સ
શિક્ષણ સંસ્થા યુનિવર્સિટી ઑફ અલ્જિરિયા
વિષય(વિષયો) એબ્સર્ડિઝમ
અસ્તિત્વવાદ
મુખ્ય રચના(ઓ)
પુરસ્કાર Nobel Prize in Literature
જીવનસાથી Simone Hié, Francine Faure
સંતાનો Catherine Camus, Jean Camus

આલ્બેર કેમ્યૂ (English: Albert Camus) (જ. ૭ નવેમ્બર ૧૯૧૩, મંડોવી, ફ્રેન્ચ અલ્જિરિયા; અ. ૪ જાન્યુઆરી ૧૯૬૦, વિલેબ્લેવીન, ફ્રાન્સ) વીસમી સદીના એક અગ્રણી ફ્રેન્ચ સાહિત્યકાર અને ફિલોસોફર હતા. તેમના સર્જનોમાં સમસામયિક જીવનના પ્રશ્નોના વિશ્લેષણ દ્વારા જનસમાજને તેના યથાર્થ પરિપ્રેક્ષમાં મૂલવવાનો પ્રયત્ન કરાયો છે, જે ધ્યાનમાં લઈને તેમને ૧૯૫૭ માં નોબૅલ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું.[૧]

પ્રારંભનું જીવન[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધમાં કેમ્યૂના પિતા માર્યા ગયા હતા. માતાએ કેમ્યૂના ઉછેર અને કળવણી પાછળ ખંતથી ધ્યાન આપ્યું હતું. અલ્જિરિયાની વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી તેમણે ફિલસૂફીની ડિગ્રી મેળવી. અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરવાની કેમ્યૂની તીવ્ર ઈચ્છા હતી પરંતુ માંદગીને કારણે અભ્યાસ પડતો મૂક્યો.[૧]

સાહિત્યસર્જન[ફેરફાર કરો]

આલ્બેર કેમ્યૂના મૌલિક લખાણોમાં તેમજ કથાસાહિત્યમાં જીવનની વ્યર્થતાનો ભાવ મુખ્યત્વે રજૂ થયો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાયેલી તેમની નવલકથા ધી આઉટસાઇડર (૧૯૪૨) વિશ્વપ્રસિદ્ધિ પામેલી ફ્રેન્ચ કૃતિ છે. આ નવલકથા દ્વારા તેમને અસંગત (એબ્સર્ડ)ની દાર્શનિક વિભાવના રજૂ કરી છે. આ નવલકથાનો નાયક મરસોલ સમગ્ર નવલકથામાં અલિપ્ત ભાવે વર્તે છે. માતાની દફનક્રિયા તથા ઉત્તરક્રિયા, માળામાં રહેતા માણસની મૈત્રી, સ્નાનાગારમાં મળી જતી યુવતી - આ બધી જ પ્રક્રિયાઓમાં તે જીવનને નિષ્ક્રિય ભાવે જોવાનું વલણ ધરાવે છે, પરિણામે એને હાથે સાગરકાંઠે એક આરબની હત્યા થાય છે. આ નવલકથામાં પરંપરાગત અર્તમાં કોઈ નાયક નથી. તેનું મુખ્ય પાત્ર સારું નથી અને ખરાબ પણ નથી, એ નીતિમાન નથી કે નીતિહીન પણ નથી, એ એબ્સર્ડ છે. કુટુંબ, શાસનવ્યવસ્થા અને ધર્મ - આ ત્રણેય જોહુકમી સ્વીકારવા ન માંગતો નાયક મરણને એકમાત્ર વાસ્તવિકતા માનીને ચાલે છે. સમથળ ભાષામાં લખાયેલ આ નવલકથા એબ્સર્ડ નાયકના જીવનની અન્-અર્થકતા (absurdity) દ્વારા માનવજીવનની અન્-અર્થકતા પ્રગટ કરે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ રાવળ, નલિન. 'ગુજરાતી વિશ્વકોશ ખંડ - ૫' (૧૯૯૩). ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, P. ૧૬૩ - ૧૬૪
  2. પટેલ, બિપીન (૧૯૯૬). ગુજરાતી સાહિત્યકોશ ભાગ . અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૩૯ - ૪૦.