ઇચ્છારામ દેસાઈ

વિકિપીડિયામાંથી
ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
જન્મ(1853-08-10)10 August 1853
સુરત
મૃત્યુ5 December 1912(1912-12-05) (ઉંમર 59)
ઉપનામશંકર
વ્યવસાયલેખક, અનુવાદક, પત્રકાર
શિક્ષણ૬ ધોરણ
સહી

ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (૧૦ ઓગસ્ટ ૧૮૫૩ - ૫ ડિસેમ્બર ૧૯૧૨), ઉપનામ, શંકર, ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક અને પત્રકાર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કર્યું હોવા છતાં, તેમણે અનેક સમાચારપત્રો અને સામયિકો સાથે કામ કર્યું હતું અને સંખ્યાબંધ નવલકથાઓ લખી હતી તેમજ ભાષાંતર કર્યું હતું.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૮૫૩ના રોજ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને તેમની યુવાનીમાં હસ્તપ્રતોમાં રસ કેળવ્યો. તેઓ થોડો સમય દેશીમિત્ર છાપખાનામાં બીબાં ગોઠવવાનું શીખ્યા. ૧૮૭૬માં તેઓ મુંબઈ સ્થાયી થયા. ૧૮૭૬માં તેમણે મુંબઈમાં આર્યમિત્ર સાપ્તાહિક ચાર મહિના ચલાવ્યું અને પછી મુંબઇ સમાચારમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. ૧૮૭૮માં તેઓ સુરત પાછા આવ્યા અને સ્વતંત્રતા માસિક શરૂ કર્યું, જેને નર્મદે નામ આપેલું.[૧][૨][૩]

તેમાં પ્રકાશિત રાજ્કીય લખાણો માટે રાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે ધરપકડ કરી, પણ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા. ૧૮૮૦માં મુંબઈ જઈ મિત્રોની અને મુંબઈના સાક્ષરોની સહાયથી ૧૯૦૭માં ગુજરાતી સાપ્તાહિકનો પ્રારંભ કર્યો અને ઘણી આર્થિક કટોકટી તથા સરકારી દરમિયાનગીરી વચ્ચે પણ મૃત્યુપર્યંત તે ચલાવ્યું.[૧] ૫ ડિસેમ્બર ૧૯૧૨ના રોજ તેમનું અવસાન થયું.[૨][૩][૪][૫][૬][૭]

સર્જન[ફેરફાર કરો]

હિંદ અને બ્રિટાનિયા (૧૮૮૬) ભારતમાં બ્રિટિશ શાસન નીચેની સ્થિતિનું વર્ણન કરતી રાજકીય નવલકથા છે. તેમની શિવાજીની લૂંટ (૧૮૮૮) અને ટીપુ સુલતાન (ભાગ ૧, ૧૮૮૯, અપૂર્ણ) ઐતહાસિક નવલકથાઓ છે. ગંગા - એક ગૂર્જરવાર્તા (૧૮૮૮) અને સવિતાસુંદરી (૧૮૯૦) સામાજીક નવલકથાઓ છે. રાજભક્તિ વિડંબણ (૧૮૮૯) અને ભારતખંડ ના રાજ્યકર્તા ભાણ પ્રકારની અન્ય નવલકથાઓ છે.[૨][૩][૮][૯]

ચંદ્રકાન્ત (૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૭) વેદાંત ફિલસૂફી પર આધારિત અપૂર્ણ શ્રેણી છે. તેમણે બૃહત્ કાવ્યદોહન, ભાગ ૧-૮ (૧૮૮૬—૧૯૧૩) નું સંપાદન કર્યું છે. જેમાં મધ્યકાલીન કવિઓ અને કવિતાઓ વિશે માહિતી આપેલી છે.[૩][૧૦] તેમણે સંખ્યાબંધ પુસ્તકો જેવાંકે, પુરુષોત્તમ માસની કથા (૧૮૭૨), ઓખાહરણ (૧૮૮૫), નળાખ્યાન (૧૮૮૫), પદબંધ ભાગવત (૧૮૮૯), કૃષ્ણચરિત્ર (૧૮૯૫), આદિ ભક્તકવિ નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ (૧૯૧૩) વગેરેનું સંપાદન કર્યું હતું. તેમણે અન્યો દ્વારા ત્રણ ભાગમાં ભાષાંતરિત મહાભારત (૧૯૦૪, ૧૯૧૧, ૧૯૧૨)નું ભાષાંતર સંપાદિત કર્યું હતું.[૨][૩][૧૧]

તેમણે ઘણી કૃતિઓ ગુજરાતીમાં ભાષાંતરિત કરી છે જેમાં રાસેલાસ (૧૮૮૬), યમસ્મૃતિ (૧૮૮૭), મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર (૧૮૮૭), ચારુચર્યા અથવા શુભાચાર (૧૮૮૯), અરેબિયન નાઈટ્સ ભાગ ૧ અને ૨ (૧૮૮૯), કથાસરિત્ સાગર ભાગ ૧ અને ૨ (૧૮૯૧), કળાવિલાસ (૧૮૮૯), વિદુરનીતિ (૧૮૯૦), કામંદકીય નીતિસાર (૧૮૯૦), સરળ કાદંબરી (૧૮૯૦), શ્રીધરી ગીતા (૧૮૯૦), શુક્નીતિ (૧૮૯૩), બાળકોનો આનંદ ભાગ ૧ અને ૨ (૧૮૯૫), રાજતરંગિણી અથવા કાશ્મીરનો ઇતિહાસ ભાગ ૧ (૧૮૯૮), ઔરંગઝેબ (૧૮૯૮), પંચદશી (૧૯૦૦), વાલ્મીકિ રામાયણ (૧૯૧૯)નો સમાવેશ થાય છે.[૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Ravi Kalia (January 2004). Gandhinagar: Building National Identity in Postcolonial India. University of South Carolina Press. પૃષ્ઠ ૨૨. ISBN 978-1-57003-544-9.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "ઇચ્છારામ દેસાઈ". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૪.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Amaresh Datta (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. 1. Sahitya Akademi. પૃષ્ઠ ૯૨૩-૯૨૪. ISBN 978-81-260-1803-1.
 4. Shirin Mehta (૧ ડિસેમ્બર ૧૯૮૪). The peasantry and nationalism: a study of the Bardoli satyagraha. Manohar. પૃષ્ઠ ૬૩.
 5. Sujata Patel (૨૬ ઓક્ટોબર ૧૯૯૫). Bombay: mosaic of modern culture. Oxford University Press. પૃષ્ઠ ૯૩. ISBN 978-0-19-563689-5.
 6. Makrand Mehta (૧૯૯૦). Regional roots of Indian nationalism: Gujarat, Maharashtra, and Rajasthan. Criterion Publications. પૃષ્ઠ ૧૯–૨૫.
 7. Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra (૨૦૦૭). Gujarat. Gujarat Vishvakosh Trust. પૃષ્ઠ ૫૭, ૫૦૪.
 8. V. K. Chavda (1982*). Modern Gujarat. New Order Book Company. પૃષ્ઠ ૭૧, ૧૬૪. Check date values in: |date= (મદદ)
 9. Prabhākara Mācave (૧૯૭૯). Literary Studies and Sketches. United Writers : selling agents, Firma KLM. પૃષ્ઠ ૧૦૨.
 10. Behramji Malabari (૧૮૮૨). Gujarat and the Gujaratis: Pictures of Men and Manners Taken from Life. Asian Educational Services. પૃષ્ઠ ૧૬૫. ISBN 978-81-206-0651-7.
 11. Krishnalal Mohanlal Jhaveri (૧૯૩૪). The Present State of Gujarati Literature. University of Bombay. પૃષ્ઠ ૬૯.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]