ઇન્કલાબ ઝિંદાબાદ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઇન્કલાબ ઝિંદાબાદ (Urdu: اِنقلاب زِنده باد‎; હિંદી: इंक़लाब ज़िन्दाबाद) એક ઉર્દૂ-હિંદી નારો[૧][૨][૩] છે, જેનું ભાષાંતર "ક્રાંતિ અમર રહો!" એવું થાય છે.

આ નારો ઉર્દૂ કવિ અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની મૌલાના હસરત મોહાની દ્વારા ૧૯૨૧માં રચવામાં આવ્યો હતો.[૪][૫][૬] તે ભગત સિંહ (૧૯૦૭ - ૧૯૩૧) દ્વારા ૧૯૨૦ના દાયકામાં તેમના ભાષણો અને લખાણો દ્વારા લોકપ્રિય બન્યો હતો. તે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશનનો સત્તાવાર નારો હતો.[૭] એપ્રિલ ૧૯૨૯માં આ નારો ભગત સિંહ અને તેમના સાથી બી. કે. દત્ત વડે સંસદમાં બોમ્બ ફોડ્યા પછી પોકારવામાં આવ્યો હતો.[૮] પછીથી, જૂન ૧૯૨૯માં પ્રથમ વખત દિલ્હી હાઇકોર્ટમાં જાહેરમાં તેમના સંયુક્ત નિવેદનમાં પણ તેનો સમાવેશ થયો હતો.[૯][૧૦] ત્યારથી, આ નારો ભારતીય સ્વતંત્રતા ચળવળના આંદોલનોમાં વારંવાર પોકારવામાં આવતો હતો. સ્વતંત્રતા સંગ્રામ પર આધારિત ભારતીય રાજકીય નવલકથાઓમાં આ નારો ઘણી વખત વિવિધ પાત્રો દ્વારા પોકારાતો જોવા મળે છે.[૧૧]

આ નારો હવે સમાજવાદીઓ અને સામ્યવાદીઓ, ખાસ કરીને CPI (M), CPI અને ડાબેરી રાજકીય પક્ષો દ્વારા વારંવાર વપરાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "inqalab | A Practical Hindi-English Dictionary". DSAL |.
  2. "inquilab | Definition of inquilab in English by Oxford Dictionaries". Oxford Dictionaries | English. Retrieved ૨૨ માર્ચ ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  3. "इंकलाब जिंदाबाद का नारा किसने दिया ? - Azab Gazab {{!}} DailyHunt". DailyHunt (અંગ્રેજી માં). Retrieved 2018-08-04. Check date values in: |access-date= (મદદ)
  4. Pandya, Prashant H. (૧ માર્ચ ૨૦૧૪). Indian Philately Digest (અંગ્રેજી માં). Indian Philatelists' Forum. Check date values in: |date= (મદદ)
  5. "LITERACY NOTES: Hasrat Mohani – a unique poet & politician". Business Recorder. ૧૮ જૂન ૨૦૦૫. the original માંથી ૬ એપ્રિલ ૨૦૧૮ પર સંગ્રહિત. Retrieved ૬ એપ્રિલ ૨૦૧૮. Check date values in: |access-date=, |date=, |archive-date= (મદદ)
  6. "India remembers Maulana Hasrat Mohani who gave the revolutionary slogan 'Inquilab Zindabad'". Zee News (અંગ્રેજી માં). ૨ જાન્યુઆરી ૨૦૧૭. Retrieved ૬ એપ્રિલ ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
  7. "Inquilab Zindabad: A War Cry for Change". Retrieved 2018-04-06. Check date values in: |access-date= (મદદ)
  8. Habib, S. Irfan (૨૦૦૭). "Shaheed Bhagat Singh and his Revolutionary Inheritance". Indian Historical Review. 34.2: ૭૯-૯૪ – via sagepub. Check date values in: |date= (મદદ)
  9. Singh, Bhagat. "Full Text of Statement of S. Bhagat Singh and B.K. Dutt in the Assembly Bomb Case". www.marxists.org. Retrieved 2018-04-06. Check date values in: |accessdate= (મદદ)
  10. "Bhagat Singh: Select Speeches And Writings, Edited by D. N. Gupta". archive.org. Retrieved 2018-04-06. Check date values in: |accessdate= (મદદ)
  11. Bhatnagar, O.P. (૨૦૦૭). Indian Political Novel in English. Delhi: Saruk and Sons. p. ૪૨. ISBN 9788176257992. Check date values in: |year= (મદદ)