ઈન્દ્રકુમાર ગુજરાલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઢાંચો:માહિતીચોકઠું પ્રધાનમંત્રી

૪થી ડિસેમ્બર, ૧૯૧૯ના દિવસે જન્મેલા ઈન્દ્ર કુમાર ગુજરાલ ભારતીય ગણરાજ્યના ૧૩મા વડાપ્રધાન મંત્રી હતા. ઝેલમ નગર કે જે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાં જન્મેલા શ્રી ગુજરાલ ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામ મેં સક્રિય હિસ્સો લઇ ચુક્યા હતા અને ૧૯૪૨ના ભારત છોડો આંદોલન વેળા તેઓ જેલવાસ પણ ભોગવી ચુક્યા હતા.

એપ્રિલ ૧૯૯૭ના સમેયમાં ભારતના વડા પ્રધાન મંત્રી બન્યા તે પહેલાં તેઓએ ભારતીય મંત્રીમંડળમાં વિભિન્ન હોદ્દાઓ પર કામ કર્યું હતુ. તેઓ સંચાર મંત્રી, સંસદીય કાર્ય મંત્રી, સૂચના અને પ્રસારણ મંત્રી, વિદેશ મંત્રી તથા આવાસ મંત્રીના રુપમાં કામ કરી ચુક્યા હતા. આ ઉપરાંત તેઓ બીબીસીની હિન્દી સેવા માટે એક પત્રકાર ના રૂપમાં પણ કાર્ય કરી ચુક્યા છે.

ઈ. સ. ૧૯૭૫માં તેઓ ઇન્દિરા ગાંધી સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રીના હોદ્દા પર હતા. આ સમયે એક બાબત સામે આવી કે ૧૯૭૧ની ચુંટણી દરમ્યાન ઇન્દિરા ગાંધી દ્વારા ચુનાવ જીતવા માટે ગેરબંધારણીય રીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ પહેલાં સંજય ગાંધીએ ઉત્તર પ્રદેશથી ટ્રકો દ્વારા માણસો ભરી લાવી ઇન્દિરાજીના સમર્થનમાં પ્રદર્શન કરવા માટે દિલ્હીમાં લોકો એકઠા કર્યા તો એમણે ઇન્દ્રકુમાર ગુજરાલને આ રેલીનું મીડિયા દ્વારા કવરેજ કરવાને માટે કહ્યું જે ગુજરાલે માનવાનો ઇન્કાર કર્યો હતો કેમ કે સંજય ગાંધી કોઈ સરકારી હોદ્દા પર ન હતા. આ કારણે એમને સૂચના અને પ્રસારણ મંત્રાલયથી હટાવી દેવામાં આવ્યા હતા અને એમની જગ્યા પર વિદ્યાચરણ શુક્લને આ પદ સોંપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ઈન્દિરા ગાંધી સરકારમાં મોસ્કો ખાતે રાજદૂત તરીકે એમણે જ ૧૯૮૦માં સોવિયત સંઘ દ્વારા અફ઼ઘાનિસ્તાનના મામલામાં હસ્તક્ષેપ કરવાના પગલાંનો વિરોધ કરવાની નીતિ પર જોર આપવામાં આવ્યું હતુ. આ ઘટના ભારતીય વિદેશ નીતિ માટે એક મહત્વનો વળાંક હતો અને ત્યારબાદ જ ભારત દેશની સરકારે સોવિયત સંઘ દ્વારા હંગેરી અને ચેકોસ્લોવાકિયામાં હસ્તક્ષેપ કરવા બાબતમાં વિરોધ પણ કર્યો હતો.

વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

હિન્દી, ઉર્દૂ અને પંજાબી ભાષાઓમાં નિપુણ હોવા ઉપરાંત શ્રી ગુજરાલ ઘણી અન્ય ભાષાઓના પણ જાણકાર છે તથા શેર શાયરીમાં ઊંડી દિલચસ્પી ધરાવે છે. એમના પરિવારમાં એમની પત્ની શ્રીમતી શીલા ગુજરાલ, બે દિકરાઓ અને એમના ભાઈ સતીશ ગુજરાલ છે, જે જાણીતા વાસ્તુકાર છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]