ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર | |
|---|---|
| જન્મ | ઈશ્વરચંદ્ર બંદોપાધ્યાય ૨૬ સપ્ટેમ્બર ૧૮૨૦ બિરસિંઘા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત |
| મૃત્યુ | ૨૯ જુલાઈ ૧૮૯૧ (ઉંમર 70) કલકત્તા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન પશ્ચિમ બંગાળ, ભારત) |
| વ્યવસાય | શિક્ષક, સમાજ સુધારક અને લેખક |
| ભાષા | બંગાળી |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| માતૃ શિક્ષણ સંસ્થા | સંસ્કૃત કોલેજ (૧૮૨૮–૧૮૩૯) |
| જીવનસાથી | દીનમયી દેવી |
| સંતાનો | ૫ |
ઈશ્વરચંદ્ર બંદોપાધ્યાય (૨૬ સપ્ટેમ્બર ૧૮૨૦ – ૨૯ જુલાઈ ૧૮૯૧), જેઓ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (શાબ્દિક અર્થ 'વિદ્યાસાગર, જ્ઞાનનો સમુદ્ર') તરીકે જાણીતા છે,[૧] તેઓ ઓગણીસમી સદીના ભારતીય શિક્ષક અને સમાજ સુધારક હતા.[૨] બંગાળી ગદ્યને સરળ અને આધુનિક બનાવવાના તેમના પ્રયાસો નોંધપાત્ર હતા. તેમણે બંગાળી મૂળાક્ષરો અને લિપિને પણ તર્કસંગત અને સરળ બનાવ્યા હતા.
તેઓ બંગાળ પુનર્જાગરણના મુખ્ય સમર્થકોમાંના એક તરીકે પ્રખ્યાત હતા.[૩] તેઓ હિન્દુ વિધવા પુનર્લગ્ન માટેના સૌથી અગ્રણી પ્રચારક હતા અને ભારે સામાજિક વિરોધ છતાં વિધાન પરિષદમાં આ મુદ્દે અરજી દાખલ કરી હતી.[૪][૫] વિધવા પુનર્લગ્નને હિન્દુ રિવાજોનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવતું હતું અને તેનો સખત વિરોધ કરવામાં આવતો હતો, તેમ છતાં લોર્ડ ડેલહાઉસીએ વ્યક્તિગત રીતે બિલને અંતિમ સ્વરૂપ આપ્યું અને હિન્દુ વિધવા પુનર્લગ્ન અધિનિયમ, ૧૮૫૬નો ધારો પસાર કરવામાં આવ્યો. બાળ લગ્ન વિરુદ્ધ, વિદ્યાસાગરના પ્રયાસોને કારણે 'સંમતિ વય અધિનિયમ', ૧૮૯૧ અમલમાં આવ્યો. જેમાં લગ્ન પૂર્ણ કરવાની લઘુત્તમ ઉંમર ૧૨ વર્ષ હતી.[૬][૭]
દ્વારકાનાથ વિદ્યાભૂષણ દ્વારા ૧૫ નવેમ્બર ૧૮૫૮ના રોજ 'સોમપ્રકાશ પત્રિકા' નામનું સાપ્તાહિક અખબાર શરૂ કરવામાં આવ્યું હતું. દ્વારકાનાથ (૧૮૧૯-૧૮૮૬) ભારતના કલકત્તામાં સંસ્કૃત કોલેજના પ્રોફેસર હતા. મૂળ યોજના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧) દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમણે સંપાદકીય બાબતોમાં દ્વારકાનાથને સલાહ આપવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ હિન્દુ મહિલા શાળાના સચિવ તરીકે પણ સંકળાયેલા હતા, જે પાછળથી બેથુન મહિલા શાળા તરીકે જાણીતી બની.
તેમણે સંસ્કૃત અને ફિલસૂફીના સ્નાતક અભ્યાસમાં એટલો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો કે કલકત્તાની સંસ્કૃત કોલેજ, જ્યાં તેમણે અભ્યાસ કર્યો હતો, ત્યાં તેમને વિદ્યાસાગર ('જ્ઞાનનો સમુદ્ર'; સંસ્કૃત શબ્દ 'विद्या' (વિદ્યા, જ્ઞાન) અને 'सागर', (સમુદ્ર))ની માનદ ઉપાધિ આપવામાં આવી હતી.[૮]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "29 July 1891: Social Reformer Ishwar Chandra Vidyasagar Passes Away". www.mapsofindia.com. 29 July 2013.
{{cite web}}: Check date values in:|date=(મદદ) - ↑ "Ishwar Chandra Vidyasagar: A Profile of the Philanthropic Protagonist". americanchronicle.com. મેળવેલ 20 December 2008.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Vidyasagar Chief Exponent of Bengal Renaissance". stxavierscoochbehar.com (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-16.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ H. R. Ghosal (1957). "The Revolution Behind the Revolt (A comparative study of the causes of the 1857 uprising)". Proceedings of the Indian History Congress. 20: 293–305. JSTOR 44304480.
- ↑ Pratima Asthana (1974). Women's Movement in India. Vikas Publishing House. p. 22. ISBN 978-0-7069-0333-1.
- ↑ Amit Kumar Gupta (2015). Nineteenth-Century Colonialism and the Great Indian Revolt. Taylor & Francis. p. 30. ISBN 978-1-317-38668-1.
- ↑ Belkacem Belmekki (2008). "A Wind of Change: The New British Colonial Policy in Post-Revolt India". AEDEAN: Asociación Española de Estudios Anglo-americanos. 2 (2): 111–124. JSTOR 41055330.
- ↑ Lal, Mohan (2006). "Ishwarchandra Vidyasagar". The Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. pp. 4567–4569. ISBN 978-81-260-1221-3.