લખાણ પર જાઓ

ઉચ્છલ તાલુકો

વિકિપીડિયામાંથી
ઉચ્છલ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઉચ્છલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનો તાલુકો છે. ઉચ્છલ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકાને અડીને તાપી નદી, સોનગઢ તાલુકો, નિઝર તાલુકો તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે.

ઉચ્છલ તાલુકામાં કેટલીક પ્રાથમીક જરુરીયાતોનો અભાવ છે. ખાસ કરીને વાહન વ્યવહાર માટે બસ સ્ટેન્ડ તથા ઉચ્ચ શિક્ષણ માટેની કોલેજ આ તાલુકામાં હજુ સુધી નથી. તાલુકામાં હજુ કોઇ મોટો ઉદ્યોગ નથી પરંતુ હાલ મરઘાં ઉછેર (પોલ્ટ્રી ફાર્મિંગ)નો ઉદ્યોગ નાના પાયા પર વિકસી રહ્યો છે.

દેવ-ચાંદની નદી
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદનો રેલ્વે ફાટક

ઉચ્છલ તાલુકામાં ઘણી ભૌગોલીક વૈવિધ્યતા જોવા મળે છે. મીરકોટથી લઇને બાબરઘાટ સુધીનો વિસ્તાર એકંદરે સપાટ અને નાની નાની નદીઓ તથા કોતરો વાળો છે. જયારે મોગલબારા ગામથી શરુ કરીને છેક નીઝર સુધીનો વિસ્તાર ડુંગરાળ અને જંગલો વાળો છે. તાલુકાનો મોટા ભાગનો વિસ્તાર કાળી તથા ભુખરી જમીનવાળો છે. અપવાદ રૂપે લાલ માટી ગામની જમીન લાલથી કેસરી રંગ વાળી છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી નેસુ નદી ઉચ્છલ તાલુકાની મુખ્ય નદી છે, જે તાપી નદીની ઉપનદી છે. આ નદી ઉકાઇ બંધના ઉપરવાસમાં આવેલી હોવાને કારણે બારેમાસ પાણીથી ભરપુર રહે છે. આ નદીમાં માછલીઓ અને ઝીંગા સારા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત અહી દેવ-ચાંદની નદી તથા રંગાવલી નદી જેવી નાની નદીઓ પણ છે. અહીંના જંગલોમાં સાગ, ખેર, સીસમ તથા વાંસ જેવાં વુક્ષો મુખ્ય છે. અહીંનાં જંગલોમાં સસલાં, હરણ, ઝરખ, દિપડા, સાપ અને ક્યારેક મગર પણ મળી આવે છે.

ઉચ્છલ તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]
ઉચ્છલ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]