ઉદયપુર વેધશાળા

વિકિપીડિયામાંથી
ઉદયપુર સૌર વેધશાળાનો એરિયલ ફોટોગ્રાફ (જુન, ૨૦૨૨).

ઉદયપુર સૌર વેધશાળા ઉદયપુર શહેરમાં આવેલી છે. રાજસ્થાનમાં આવેલ ફતેહ સાગર સરોવર પર સ્થિત આ વેધશાળા સૂર્યના નિરીક્ષણ અને અભ્યાસ માટે કાર્યરત છે. આ વેધશાળાનું સ્થાપન તથા સંચાલન ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાના સંશોધન કાર્યક્રમ અંતર્ગત થયેલ છે.[૧] ઉદયપુરનું હવામાન અને જળ સ્ત્રોત્રને કારણે સર્જાતી પવનની મંદ ગતિ સંયુક્ત રીતે સૌર નિરિક્ષણ માટેની આદર્શ જગ્યા બને છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ વેધશાળાની સ્થાપના ૧૯૭૬ માં ડો. અરવિંદ ભટનાગરે કરી હતી.[૨] જેમાં સમયાંતરે વિવિધ વૈજ્ઞાનિકોએ યોગદાન આપી વેધશાળાનો ઉત્તરોત્તર વિકાસ ચાલુ રાખ્યો છે.

સુવિધાઓ[ફેરફાર કરો]

વિવિધ પ્રકારના દૂરબીનોથી સજ્જ, આ વેધશાળા સૂર્યની દૃશ્યમાન સપાટી, સૂર્યના ચુંબકીય ક્ષેત્રો, સૂર્યનું વિસ્તૃત બાહ્ય વાતાવરણ, અને સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ માટે વપરાય છે.[૩] આ વેધશાળા ઓસ્ટ્રેલિયા અને સ્પેઇન વચ્ચેના અક્ષાંશ વિસ્તારમાં કાર્યરત રહી, સંયુક્ત આંતરાષ્ટ્રીય સૌર સંશોધનનો ભાગ છે.[૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ઉદયપુર વેધશાળા Retrieved on 2022-12-29.
  2. વેધશાળાની સ્થાપના www.udaipur.org.uk. Retrieved on 2022-12-29.
  3. સુવિધાઓ Retrieved on 2022-12-29.
  4. વેધશાળાનો વ્યાપ Retrieved on 2022-12-29.