ઉપમા
![]() ઉપમા | |
અન્ય નામો | ઉપ્પીટ્ટૂ, ખારાભાત, ઉપીટ, રુલમ |
---|---|
ઉદ્ભવ | દક્ષિણ ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | દક્ષિણ ભારત |
મુખ્ય સામગ્રી | ઘઉંનો રવો |
|
ઉપમા , જેને ઉપ્પીન્ડી(તેલુગુ),ઉપ્પુમાવુ (મલયાલમ), ઉપ્પીટુ (કન્નડ), ખારાભાત (કન્નડ), ઉપ્પીટ મરાઠી, અને રુલમ (કોંકણી)તરીકે ઓળખાય છે, તે એક રવામાં થી બનેલ ભારતીય વાનગી છે. આ નામ તમિળ ભાષાના શબ્દ ઉપ્પુ (મીઠું) અને માવુ (લોટ) પરથી ઉતરી આવ્યો છે. તમિળનાડુમાં જો ઉપમા માત્ર રવાની બનેલી હોય તો તેને ઉપમા કહે છે પણ તેમાં શાકભાજી ઉમેરવામાં આવે તો તેને ખીચડી કહે છે.
આ એક દક્ષિણ ભારતની સવારના નાસ્તાની વાનગી છે. આને સૂજી અથવા રવા તરીકે ઓળખાતા ઘઉંના કરકરા લોટ માંથી બનાવાય છે. વિવિધ પ્રકારના ઉપમા વર્મી સેલી કે ઘઉં ના ફાડા વાપરીને બનાવી શકાય છે. ઉપમા બનાવવામં સહેલી છે. સ્વાદ માટે તેમાં શાક ભાજી ઉમેરી શકાય છે.સજાવટ માટૅ ઉપમા પર બાફેલ દાના, કાજુ કે શિંગ વપરાય છે.
કૃતિ[ફેરફાર કરો]
ઉપમા બનાવવાની ઘણી પદ્ધતિ પ્રચલિત છે. દરેક પદ્ધતિ તેમાં સ્વાદ સુગંધ માટે વિવિધ પદાર્થો વાપરે છે. સામાન્ય રીતે બનતી ઉપમાની કૃતિ આ પ્રમાણે છે.
સામગ્રી[ફેરફાર કરો]
- ઘઉં રવો (૧ કપ)
- તેલ (3-4 ચમચા)
- રાઈ (1/2 tsp)
- જીરું (1 tsp)
- આદુ (1/2 ચમચી, ખમણેલું)
- લીલાં મરચાં (૩-૫ મધ્યમ, કાપેલી)
- કાપેલા કાંદા (એક મધયમ) (વૈકલ્પીક)
- મીઠું
- શાક બાફેલા: વટાણાં, ગાજર, બટેટાં, ફ્લાવર, ટમેટાં.
- ખમણેલ નારિયળ (૩-૪ ચમચી, વૈકલ્પીક)
- લીંબુનો રસ (૨ ચમચી, વૈકલ્પીક)
કૃતિ[ફેરફાર કરો]
- 1. રવાને કોરો શેકી લો, ત્યાર સુધી કે જ્યાર સૂધી હળવો બદામી રંગ ન પકડે.
- 2. મોટી કડાઐમાં તેલ ગરમ કરો.
- 3. તેમાં રાઈ તતડાવો. અને જીરું, આદુ, લીલાં મરચાના ટુકડા અને સમારેલા કાંદા ઉમેરો કાંદા સોનેરી થાય ત્યાંસુધી સાંતળો.
- 4. શાક ઉમેરો, મીઠુમ્ અને બે કપ પાણી ઉમેરો, અને ઉકળવા દો. (ગરમ પાણી હોય તો વધુ સારું)
- 5. શેકેલો રવો તેમાં ઉમેરો, આંચ ધીમી કરો, અને ફટાફટ હલાવો જેથી ગઠ્ઠા ન બાજે.
- 6. જ્યારે બધું પાણી શોષાઈજશે ત્યારે ઉપમા તૈયાર સમજવો.
- 7. આને ખમણેલ કોપરું, કોથમીર ભભરાવી અને લીંબુ નીચોવીને આપવું.
નોંધ[ફેરફાર કરો]
- ઉપમાને નાળિયેરની ચટણી સાથે ખાતા તે સ્વાદીષ્ટ લાગે છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
આ ખાદ્ય પદાર્થની શરૂઆત ભારતના બ્રિષ્હ શાશન્ દરમ્યાન થઈ હોવાનું મનાય છે અને બ્રિટીશ તથા ભારતીય લોકોમાં સમાન રૂપે પ્રિય હોવાનું જણાય છે.
મુખ્ય વિવિધ રૂપો[ફેરફાર કરો]
રવા ને જેમ જ વર્મી સેલી, ચોખાનો રવો કે ડુરમ સેમોલીના વાપારીને પન ઉપમા બનાવાય છે. ચોખાનો રવો જે દક્ષિણ કર્ણાટકમાં પ્રચલિત છે ત્યાં અક્કી તારી ઉપ્પીટ્ટુ નામે આનો ઉપમા બને છે. ચોખા પચવામાં હલકા હોવાથી ઈડલી અને કાંજી સાથે અક્કી તારી ઉપ્પીટ્ટુ પણ દરદીઓને ખોરાકમાં અપાય છે. આના અન્ય વિવિધ રૂપોની કૃતિ અહીં આપી છે:
ઉપમાનું એક અન્ય વિવિધ રૂપ કાંદા ન વાપરતા ખમણેલું કોપરું વાપરીને બનાવાય છે. ખાસ કરીને તહેવારોના દિવસે જ્યારે કામ્દા વર્જ્ય હોય છે.આ ઉપમા પર ઘી ઉપરથી લઈને ખવાય છે. ઉપમા જેવી વાનગીને વધેલા બ્રેડનો ચૂરો કે ઈડલીનો ચૂરો વાપરીને પણ બનાવાય છે.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
ઉપમાની કૃતિ ૧[૧]
ઉપમાની કૃતિ ૨ [૨]