ઉભરાટ બીચ

વિકિપીડિયામાંથી
ઊભરાટ બીચ
Umbharat Beach
ઉભરાટ
નકશો
પ્રકારગામ, રેતાળ બીચ
સ્થાનઅરબી સમુદ્ર, મરોલી, ગુજરાત
નજીકનું શહેરસુરત, નવસારી
સંચાલનગુજરાત સરકાર

ઉભરાટ બીચ (અંગ્રેજી: Umbharat Beach)[૧][૨] એ એક દરિયાકિનારે આવેલ રમણીય બીચ છે. આ સ્થળ અરબી સમુદ્રના કિનારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉભરાટ ગામ નજીક આવેલું છે.  આ કાળી રેતીનો બીચ દક્ષિણ ગુજરાતના કેન્દ્ર એવા સુરત શહેરથી 50 kilometres (31 mi) તેમ જ જિલ્લામથક નવસારી શહેરથી 40 kilometres (25 mi) જેટલા અંતરે આવેલ છે. સરસ મઝાનું હવાખાવાનું સ્થળ એવા આ સ્થળે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા રહેવા તેમ જ જમવાની સગવડ આપતું વિહારધામ ઊભું કરવામાં આવ્યું છે.

માર્ગદર્શન[ફેરફાર કરો]

  • નવસારી બસ મથક પરથી ઉભરાટ જવા માટે લોકલ બસની સુવિધા પ્રાપ્ય છે. અહીંથી રિક્ષા તેમજ ખાનગી વાહનમાં પણ જઈ શકાય છે.
  • આ ઉપરાંત નવસારી બસમથક પરથી ઉભરાટ જવા માટે મરોલી ગામે થઈને પણ જઈ શકાય છે. ત્‍યારબાદ મરોલીથી રિક્ષા તેમજ ખાનગી વાહનમાં પણ જઈ શકાય છે.[૩]
  • રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા વેસ્મા ખાતેથી પશ્ચિમ દિશામાં જતા રાજ્ય ધોરી માર્ગ પરથી મરોલી થઈ ઉભરાટ જઈ શકાય છે.
  • અહીંથી નજીકનું વિમાનમથક સુરત તેમ જ નજીકનું રેલ્વે સ્ટેશન મરોલી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Ubhrat beach beckons more tourists now - Times of India". The Times of India. મેળવેલ ૨૫ જૂન ૨૦૧૭.
  2. "Surat to anchor its dreams at Umbhrat - Times of India". The Times of India. મેળવેલ ૨૫ જૂન ૨૦૧૭.
  3. જલાલપોર તાલુકા પંચાયત, નવસારી જીલ્લો, ગુજરાત સરકાર. "ઉભરાટ બીચ". મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૦૬-૨૪.CS1 maint: multiple names: authors list (link)