ઉમાશંકર જોષી

વિકિપીડિયામાંથી
(ઊમાશંકર જોષી થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઉમાશંકર જોષી
Umashankarjoshi.jpg
ઉમાશંકર જોષી
જન્મની વિગત ૨૧ જુલાઇ, ૧૯૧૧
બામણા, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત
મૃત્યુની વિગત ૧૯ ડિસેમ્બર, ૧૯૮૮ (૭૭ વર્ષ)
મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ વાસુકિ, શ્રવણ (ઉપનામો)
અભ્યાસ બી.એ., એમ.એ.
વ્યવસાય સાહિત્યકાર (કવિ, નવલકથાકાર) તથા શિક્ષણ
ધર્મ હિંદુ

ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

અંગત જીવન[ફેરફાર કરો]

તેઓ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનો નામ : રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. તેમની પુત્રીઓના નામ નંદિની અને સ્વાતિ છે.

શિક્ષણ[ફેરફાર કરો]

ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલ જ્યાં ઉમાશંકર જોષીએ અભ્યાસ કર્યો હતો

તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણા ગામે અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં બી.એ. થયા અને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ૧૯૩૮માં એમ.એ. ઉત્તીર્ણ કર્યું.

રચનાઓ[ફેરફાર કરો]

  • મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
  • કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ
  • એકાંકી- સાપના ભારા, હવેલી
  • વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો
  • નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
  • સંશોધન – પુરાણોમાં ગુજરાત
  • વિવેચન – 'અખો' એક અધ્યયન ; કવિની શ્રદ્ધા
  • અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
  • બાળગીત - સો વરસનો થા
  • સામયિક સંપાદન: 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪

પુરસ્કારો/એવોર્ડ્સ[ફેરફાર કરો]

સભ્યપદ/હોદ્દાઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]