એટિયોલેશન

વિકિપીડિયામાંથી

એટિયોલેશન એ પ્રકાશની વનસ્પતિ પર થતી અસર છે. વનસ્પતિને પોતાના જીવન માટે હવા, પાણી અને ખોરાક ઉપરાંત પ્રકાશની જરૂર પડે છે. વનસ્પતિના વિકાસ પર પ્રકાશની તરંગલંબાઈના ફેરફારની અસર થાય છે, જેને એટિયોલેશન તરીકે ઓળખવામાં આવે છે. જો વનસ્પતિને અંધારામાં રાખવામાં આવે તો તેનું થડની લંબાઈ ઝડપથી વધતી જોવા મળે છે તથા તેનાં અંગો ઢીલાં અને નરમ પડવા લાગે છે. તેનાં પાન અર્ધવિકસિત, નબળાં અને ઢીલાં બને છે. પરિણામે વનસ્પતિ નબળી બને છે.