એસ. કલાઈવાણી
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. આમાં સુધારો કરવાનું કારણ છે: અસ્પષ્ટ ભાષાંતર, સંખ્યાબંધ ક્ષતિઓ. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
વ્યક્તિગત માહિતી | |
---|---|
Nationality | ભારત |
જન્મ | 25 નવેમ્બર 1999 ચેન્નાઈ, તમિલનાડુ, ભારત |
Sport | |
રમત | બૉક્સિંગ |
એસ. કલાઈવાણી (જન્મ- 25 નવેમ્બર 1999, ચેન્નાઈ, તામિલનાડુ) એક ભારતીય મહિલા બૉક્સર છે. જેઓ 48 કિ.ગ્રા. કૅટેગરીમાં ભાગ લે છે. તેમણે 2019માં 18 વર્ષની ઉંમરે વિજયનગર ખાતે ભારતીય સિનિયર નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને 2019ની ભારતીય સિનિયર નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ દરમિયાન 'સૌથી આશાસ્પદ બૉક્સર' જાહેર કરાયાં હતાં. 2019માં તેમણે કાઠમંડુ, નેપાળ ખાતે યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. (5)
વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ:
[ફેરફાર કરો]એસ. કલાઈવાણીનો જન્મ 1999ની 25મી નવેમ્બરે તામિલનાડુના ચેન્નાઈ ખાતે વૉશરમૅનપેટમાં થયો હતો. [1]
તેમના પિતા એમ. શ્રીનિવાસન એક ઍમેચ્યોર બૉક્સર હતા અને તેમના ભાઈ રણજીથ પણ રાષ્ટ્રીય કક્ષાના બૉકસર હતા. એસ. કલાઈવાણીના ભાઈને તેમના પિતા ઘરે તાલીમ આપતા હતા તે જોઈને તેઓ બાળપણમાં જ બૉક્સિંગ પ્રત્યે આકર્ષાયાં હતાં. પરિવાર સામે આર્થિક મુશ્કેલીઓ હતી જેથી કલાઈવાણીના પિતાએ વધારાની આવક રળવા માટે ખેતી કરવાની શરૂ કરી હતી. [2]
કલાઈવાણીને પિતા તરફથી પ્રોત્સાહન મળતું પરંતુ શાળાના શિક્ષકો ઇચ્છતા હતા કે કલાઈવાણી શિક્ષણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે. કલાઈવાણીએ ધોરણ 4થી બૉક્સિંગ શરૂ કરી દીધું હતું. [3] જ્યારથી સબ જુનિયર લેવલ પર તેઓ મેડલ્સ જીતવા લાગ્યાં ત્યારથી તેઓ સ્કૂલમાં 'ગોલ્ડન ગર્લ' તરીકે જાણીતા બન્યાં હતાં. [2]
સંબંધીઓના વિરોધ છતાં તેમના પિતાએ કલાઈવાણીને એ જ તાલીમ આપી જે પોતાના પુત્રને અપાવતા હતા. મર્યાદિત નાણાકીય સંસાધનોને કારણે પિતાએ પરિવારમાં માત્ર કલાઇવાણીની તાલીમ પર જ ધ્યાન કેંદ્રિત કરવાનું નક્કી કર્યું હતું. [3]
વ્યાવસાયિક સિદ્ધિઓ:
[ફેરફાર કરો]એસ. કલાઈવાણીએ નવ વર્ષની ઉંમરે પહેલી વાર બૉક્સિંગ રમવાનું શરૂ કર્યું. તેમણે વર્ષ 2012માં સબ-જુનિયર વિમેન્સ નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. [1]
તેમણે 2019 માં સિનિયર વિમેન્સ નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. [2]
2019 માં કાઠમંડુ ખાતેની સાઉથ એશિયન ગેમ્સમાં કલાઈવાણીએ નેપાળના મહાર્જન લલિતાને 48 કિલોગ્રામ મુકાબલામાં હરાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવી હતી. [4]
આ યુવાન ભારતીય બૉક્સરનો લક્ષ્યાંક 2024 ઑલિમ્પિક્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનો છે. કલાઈવાણી હાલમાં 48 કિલોગ્રામ કૅટેગરીમાં ભાગ લે છે પરંતુ આ કૅટેગરી ઑલિમ્પિક્સનો ભાગ નથી. તેથી ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે તેમણે વધુ વજનની કૅટેગરીમાં આગળ વધવું પડશે.(5)
સંદર્ભ:
[ફેરફાર કરો]http://www.indiaboxing.in/boxerdetails.php?regno=11803 [1]
https://www.deccanchronicle.com/sports/in-other-news/010220/packing-a-punch-3.html [3]
https://www.bbc.com/gujarati/india-55782758 (5)
મેડલ:
[ફેરફાર કરો]2012માં સબ જુનિયર વિમેન્સ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં એક બ્રૉન્ઝ મેડલ
2019માં સિનિયર નેશનલ વિમેન્સ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં એક સિલ્વર મેડલ
2019 માં સાઉથ એશિયન ગેમ્સ, કાઠમંડુ ખાતે એક ગોલ્ડ મેડલ